વિક્રમ સોરાણીની પ્રેસનોટ: વાંકાનેર તાલુકામાં 25-2-2024 ના રોજ યોજાશે
વાંકાનેર: શિવાજી સેનાના અધ્યક્ષ અને ગઈ ધારાસભામાં ચૂંટણીના મેદાનમાં ચૂંટણી લડનાર વિક્રમ સોરાણીએ એક પ્રેસનોટમાં સમગ્ર ગુજરાતમાં વિવિધ જિલ્લાના સમૂહ લગ્ન અંગે જણાવ્યું છે કે તમામ સર્વ જ્ઞાતિના દીકરા- દીકરી સમૂહ લગ્નમાં જોડાઈ શકશે. આ માટેની લગ્ન નોંધણી ફોર્મ ભરવાનું ચાલુ છે.
પ્રેસ નોટ મુજબ પ્રથમ સમૂહ લગ્ન રાજકોટ, બીજો કચ્છ અને ત્રીજો સમૂહ લગ્ન જામનગરમાં સંપન્ન થઇ ગયો છે.
બોટાદ જિલ્લામાં 2-2-2024ના, ભાવનગર જિલ્લામાં 10-3-2024ના, ગઢડા તાલુકામાં 3-3-2024ના, વાંકાનેર તાલુકામાં 25-2-2024 ના, મોરબી જિલ્લામાં 7-4-2024 ના, જસદણ તાલુકામાં 31-3-2024 ના, સુરેન્દ્રનગર જિલ્લામાં 14-4-2024 ના, જેતપુર તાલુકામાં 21-4-2024 ના અને બારમો સમૂહ લગ્ન ધંધુકા તાલુકામાં 28-4-2024 ના યોજાનાર છે. વાંકાનેર તાલુકા માટે મોબાઈલ નંબર 63515 43437 આપ્યા છે.