કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સિરામિક ગ્રુપમાં 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપાઇ

સિરામિક ગ્રુપમાં 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપાઇ

લેપટોપ, પેનડ્રાઈવ સહિતનું હિસાબી સાહિત્ય કબ્જે

માર્ચ મહિનો નજીક આવતા જ જીએસટી વિભાગ સતર્ક બન્યો છે. ડીજીજીઆઈ રાજકોટ દ્વારા બે સિરામિક ગ્રુપ પર દરોડા પાડી અંદાજે 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

મળેલ માહિતી મુજબ ડીજીજીઆઈ રાજકોટ રિજનલ ઝોનલ કચેરી દ્વારા કરચોરી પર બાજ નજર રાખવામાં આવી રહી છે જેમાં સનફેમ અને સનકયુરો સિરામિક ગ્રુપ દ્વારા બિલ વગર મોટા પ્રમાણમાં કરચોરી કરવામાં આવતી હોવાની શંકાએ દરોડાની કાર્યવાહી કરી ફેકટરી, રહેણાંક અને ટ્રેડર્સને ત્યાં

તપાસ કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં જ 5.50 કરોડની કરચોરી સામે આવી હતી. ડીજીજીઆઈ દ્વારા બન્ને ગ્રુપને ત્યાંથી લેપટોપ, પેનડ્રાઈવ સહિતનું હિસાબી સાહિત્ય પણ કબ્જે લઈ ધનિષ્ઠ તપાસ શરૂ રાખવામાં આવી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!