વાંકાનેર વિસ્તારના દારૂ અંગેના ગુન્હા
મોરબી : માર્ચ મહિનો નજીક આવતા જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી વિભાગ દ્વારા સર્ચ, સર્વે અને દરોડાનો દૌર શરુ કરાયો છે જે અન્વયે ગઈ કાલે સવારથી મોરબીની ત્રણ અલગ અલગ સીરામીક ફેકટરીઓમાં રાજકોટ જીએસટી ટીમોએ દરોડા શરૂ કરી હિસાબી સાહિત્ય ચકાસવાનું શરૂ કરતા સીરામીક લોબીમાં ફફડાટ મચી ગયો છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ જીએસટી વિભાગની ટીમો દ્વારા ગઈ કાલે સવારથી મોરબીના રંગપર રોડ ઉપર આવેલ સેઝ સીરામીક, લખધીરપૂર રોડ ઉપર આવેલ શુભ સીરામીક ફેક્ટરી અને વાંકાનેરના લાકડધાર રોડ ઉપર આવેલ સનકોર સીરામીક ફેકટરીમાં તપાસનો ધમધમાટ શરૂ કરી હિસાબી સાહિત્યની ક્રોસ ચકાસણી શરૂ કરતા અન્ય સીરામીક એકમોમાં ફફડાટ મચી ગયો છે, નોંધનીય છે કે અગાઉ જાંબુડિયા નજીક પણ જીએસટીની ટીમોએ ધામાં નાખ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
પોલીસ સ્ટેશનેથી
દારૂ કબ્જામાં: (1) સિંધાવદર ગાત્રાળનગરના વિભાભાઇ રૂપાભાઇ જખાણીયા પાસેથી 20 કોથળી (2) વાલાસણ કોટડાના રસ્તે દરગાહ પાસે ખરાબામાં ઝુંપડામાં રહેતા છેલ્લુભાઈ ઉર્ફે લાલો દેવજી વાઘેલા પાસેથી 20 કોથળી અને (3) ઢુવા માટેલ રોડ વિકાસ હોટલ પાછળ રહેતા જયાબેન ભાવેશભાઈ માથાસુરીયા પાસેથી 52 કોથળી દેશી દારૂ મળી આવતા કાયદેસર કાર્યવાહી
પીધેલ:
(1) પોલીસ સ્ટેશને ફોન આવેલ કે પાડધારા પેટ્રોલ પંપે દારૂ પીને બે જણા તોફાન કરે છે, આથી ત્યાંથી વિનોદ લવજી ગોરીયા ભેરડાવાળા અને (2) મેઘાભાઈ નરશીભાઈ ગોરીયા ભેરડાવાળા (3) મિલ પ્લોટના રોહિત લાલજીભાઈ ફિસડીયા પીધેલ પકડાયા છે.