ડીલરો અને ટ્રાન્સ્પોર્ટને ત્યાં પણ તપાસ લંબાઈ
કરોડોની કરચોરી ઝડપાઇ
વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ ફૂલ બોડી ટાઇલ્સ બનાવતી ફેકટરીમાં ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સીની ટીમે દરોડા પાડી મોટા પ્રમાણમાં કરચોરી ઝડપી લીધી હોવાનું જાણવા મળે છે.
સંદેશ દૈનિકના અહેવાલ મુજબ મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ મારફીલ સીરામીક ફેકટરીમાં ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સી એટલે કે, ડીજીજીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં કરચોરી સામે આવી હોવાનું અને પ્રાથમિક તબક્કે 2 કરોડથી વધુની કરચોરી સામે આવી હોવાનું તેમજ કરચોરીનો આંકડો મેળવવા ડીલરો અને ટ્રાન્સ્પોર્ટને ત્યાં પણ તપાસ લંબાઈ હોવાનું સૂત્ર જણાવી રહ્યા છે.