GSTમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા રિફોર્મથી ખેતી ઉપયોગી વસ્તુઓ પર GSTમાં ઘટાડો કરાતા ખેડૂતોને હવે ફાયદો થશે. કેન્દ્ર સરકાર દ્વારા ટ્રેક્ટર, કૃષિ મશીનરી પર GST 5 ટકા કરાયો છે જ્યારે જંતુનાશક દવાઓ પર પણ ટેક્સનો ઘટાડો કરાયો છે. ખેડૂતોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.






















સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય કરી ટ્રેકટર સહીત કૃષિ મશીનરીના જીએસટી ઘટાડી 18 ટકામાંથી 5 ટકા જેટલો જીએસટી કરવાનો નિર્ણય કરતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. જો કે છેલ્લા કેટલાક સમયથી એક તરફ સરકાર દ્વારા જીએસટીનો માર તો બીજી તરફ ખેડૂતોને પાકોમાં નુકશાનીને કારણે ખેડૂતોના પડતા પર પાટા જેવી સ્થિતિ હતી પરંતુ સરકાર દ્વારા હવે ટ્રેકટર સહીતની ખેડૂતોની જરૂરી સાધન સામગ્રી પર જીએસટી ઘટાડવાનો નિર્ણય કરતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરેલી જોવા મળી રહી છે…
