દિલ્હી ખાતે યોગ્ય રજૂઆત કરવા ખાત્રી
સાંસદ કેસરીદેવસિંહજી તથા મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ
વાંકાનેર: શ્રી વાંકાનેર સિરામીક રીફેકટરી તેમજ ટ્રેડર્સ મિનરલ્સ ગ્રાઈન્ડીંગ યુનિટ વગેરેની મીટીંગ મોરબી સીયાજી હોટલમાં કેસરીદેવસિંહજી ઝાલાનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ, તેમાં સિરામીક ઉદ્યોગના યુવાનો અને વાંકાનેરની ભૌગલિક પરિસ્થિતિ બાબતે રજુઆત કરવામાં આવેલ.

જેમાં માજી સાંસદ અને માજી કેન્દ્રીય મંત્રીશ્રી મોહનભાઈ કંડારિયાએ આ મિટીંગમાં સમય કાઢી હાજરી આપવામાં આવેલ, રીફેકટરી યુનિટ ઉપર કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારમાં જે ૧૮ ટકા ટેક્ષ નાખેલ છે તે ટેક્ષ ૫ ટકા રાખવાનો સિરામીક ઉદ્યોગકારો જોરદાર રજુઆત કરવામાં આવેલ, તેમાં રાજયસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવેલ છે કે કેન્દ્ર સરકારમાં આ અંગે અગાઉ સિરામીક તરફથી મને રજુઆત થયેલ છે જે અનુસંધાને કેન્દ્રના નાણા મંત્રીશ્રી નિર્મળાબેન પાસે તારીખ: ૦૪/૦૯/૨૦૨૫ ના રોજ લેખિતથી રજુઆત કરવામાં આવેલ છે તે બાબતે મારી જરૂરીયાત થાય તો સિરામીકના પ્રશ્ન બાબતે રૂબરૂ સિરામીકના પ્રતિનિધિઓ સાથે આવવા તૈયાર છું અને જે વ્યક્તિગત પ્રશ્નો અંગે પણ રજુઆત કરવામાં આવેલ, જે શાંતિથી સાંભળી વ્યક્તિગત જે તે ખાતામાં લેખીત તેમજ ફોન ઉપર વાત કરવામાં આવેલ છે.
આ મીટીંગમાં કેલ્ટ્રીસના જનરલ મેનેજર મુણાલ કાલે સાહેબ, ભારત સિરામીકના અબ્દુલભાઈ, જયોતિ સિરામીકના અજયસિંહ ઝાલા, પૂનમ સિરામીકના નારણભાઈ, ગેલેકસી સિરામીકના ગ્યાસુદીનભાઈ, યજન સિરામીકના મહેશભાઈ પ્રજાપતિ, મહાલક્ષ્મી સિરામીકના રાકેશભાઈ, પટેલ સિરામીકના ગૌતમભાઈ પટેલ, અમર સિરામીકના મનુભાઈ ગુગડીયા, સંજય સિરામીકના ભાગીદાર સંજયભાઈ અંબાલીયા, જનતા સિરામીકના વસંતભાઈ, સુપ્રિમ સિરામીકના ભાગીદાર તેમજ બહોળી સંખ્યામાં હાજર રહી સિરામીક ઉદ્યોગની મીટીંગમાં હાજરી આપી ઉદ્યોગની સફળતા પુર્વક મીટીંગ થયેલ છે. તે સફળ બનાવવા એસોશીએશનના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વજુભા ઝાલા તથા સેક્રેટરી દિનુભાઈ વ્યાસ ધ્વારા ભારે જહેમત ઉઠાવેલ હતી…

