કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કેન્દ્ર સરકારે કપાસના ટેકાના ભાવ જાહેર કર્યા

અમેરિકાને સાચવવામાં ગુજરાતના ખેડૂતો મરશે

હવે કપાસના ભાવ નહીં વધે

નવી સિઝન દરમિયાન સ્થાનિક કપાસની માંગ ઘટી શકે છે

ભારત ભલે એમ કહે કે દેશના ખેડૂતોના હિતોના રક્ષણ માટે અમે અમેરિકા સામે ઝૂકશું નહીં પણ કાલે જાહેર થયેલા એક નોટિફિકેશનને કારણે હવે નવા પ્રશ્નો ઉભા થયા છે. અમેરિકા સાથે તનાવ ઓછો કરવા માટે ભારતે કપાસની આયાત પર 11 ટકા ડ્યૂટી દૂર કરી છે પણ એના દુરોગામી અસરોથી ગુજરાતના ખેડૂતો બાકાત નહીં રહે. હાલમાં કપાસની આયાત ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરવાના નિર્ણયથી ગુજરાતના કપાસની ખેતી કરતા ખેડૂતોને સીધો અને તાત્કાલિક ફાયદો થાય તેવું શક્ય નથી. પણ ખેડૂતોને નુક્સાન જવાની સંભાવના વધારે છે. જો કે, કપાસની આયાત ડ્યુટી નાબૂદ થવાથી સૌથી વધારે ફાયદો ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગને થશે. આ નિર્ણય સીધી રીતે સ્પિનિંગ મિલો, ફેબ્રિક ઉત્પાદકો અને ગારમેન્ટ (કપડાં) બનાવતા ઉદ્યોગોને રાહત આપશે. ગુજરાતમાં ખરીફ સિઝનમાં કપાસ એ સૌથી મોટો પાક છે. ઓકટોબરથી નવી સિઝન શરૂ થશે પણ આ વર્ષે ખેડૂતોને ભાવમાં સમસ્યા થાય તેવી પૂરી સંભાવના છે.
તાત્કાલિક નુકસાનની શક્યતા:
ભાવમાં ઘટાડો: આયાત ડ્યુટી હટાવવાથી વિદેશથી આવતો કપાસ સસ્તો થશે. જ્યારે સસ્તો આયાતી કપાસ બજારમાં આવશે, ત્યારે સ્થાનિક કપાસના ભાવ પર દબાણ આવશે અને કપાસના ભાવ ઘટી શકે છે. આ સીધી રીતે ગુજરાતના ખેડૂતોને નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે તેમને તેમના પાકનો ઓછો ભાવ મળશે.લાંબા ગાળાના પડકારો:
વૈશ્વિક સ્પર્ધા: ભારતીય ટેક્સટાઈલ ઉદ્યોગ માટે સસ્તા કાચા માલની ઉપલબ્ધતા વધશે, પરંતુ ખેડૂતોએ વૈશ્વિક બજાર સાથે સ્પર્ધા કરવી પડશે. આ નિર્ણય લાંબા ગાળે ખેડૂતો માટે વધુ પડકારો ઊભા કરી શકે છે, કારણ કે તેમને ગુણવત્તા અને ઉત્પાદકતા સુધારવા પર વધુ ધ્યાન આપવું પડશે.
ટેક્સટાઇલ ઉદ્યોગને ફાયદો કેમ થશે?
કાચા માલના ભાવમાં ઘટાડો : કપાસની આયાત પર 11% જેટલી ડ્યુટી લાગતી હતી. આ ડ્યુટી હટાવવાથી ટેક્સટાઇલ મિલો માટે વિદેશથી સસ્તો કપાસ આયાત કરવો સરળ બનશે. કાચા માલના ભાવ ઘટવાથી ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો થશે.
વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં સુધારો : ભારતનો ટેક્સટાઇલ ઉદ્યોગ બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશો સાથે સ્પર્ધા કરી રહ્યો છે, જેમને ઓછી ડ્યુટીને કારણે સસ્તો કપાસ મળે છે. ડ્યુટી હટાવવાથી ભારતીય ઉદ્યોગ પણ આ દેશોની જેમ વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરી શકશે.નિકાસમાં વધારો : અમેરિકા જેવા મોટા નિકાસ બજારોમાં ભારતીય કપડાં પરના ઊંચા ટેરિફના કારણે નિકાસકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે. સસ્તો કપાસ મળવાથી તેઓ નિકાસ માટેના ઉત્પાદનો ઓછા ભાવે બનાવી શકશે, જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની માંગ વધી શકે છે.
સ્ટોક માર્કેટમાં સકારાત્મક અસર : આ નિર્ણયની જાહેરાત બાદ ટેક્સટાઇલ કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે રોકાણકારો પણ આ નિર્ણયને ઉદ્યોગ માટે ફાયદાકારક માને છે.ખેડૂતોને શું અસર થશે?
સસ્તો આયાતી કપાસ બજારમાં આવવાથી સ્થાનિક કપાસના ભાવ પર દબાણ આવશે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણય માત્ર ટૂંકા ગાળા માટે છે અને તેનો હેતુ પાકની નવી સિઝન શરૂ થાય તે પહેલાં બજારને સ્થિર કરવાનો છે, જેથી ખેડૂતોને વધુ નુકસાન ન થાય.
નુકસાન થવાના કારણો
ભાવ પર દબાણ: ભારતમાં રૂની નવી સિઝન સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બરમાં શરૂ થાય છે. આયાત ડ્યુટી માફ થવાથી વિદેશી કપાસનો જથ્થો ઓક્ટોબર પહેલા જ બજારમાં આવી જશે. જ્યારે ખેડૂતોનો નવો પાક બજારમાં વેચાણ માટે આવે, ત્યારે આયાતી કપાસની ઉપલબ્ધતાને કારણે માંગ ઓછી રહે અને ભાવ પર નકારાત્મક અસર પડે.
સ્ટોકનો પ્રશ્ન: આયાત ડ્યુટી માફીનો લાભ ઉઠાવીને ટેક્સટાઈલ મિલો મોટા પ્રમાણમાં વિદેશી કપાસનો સ્ટોક કરી શકે છે. જેના કારણે નવી સિઝન દરમિયાન સ્થાનિક કપાસની માંગ ઘટી શકે છે.
ખેડૂતોની વેચાણ મર્યાદા: નાના અને મધ્યમ ખેડૂતો પાસે કપાસનો સંગ્રહ કરવાની પૂરતી વ્યવસ્થા હોતી નથી. તેથી, તેઓને પાક તૈયાર થતાં જ વેચાણ કરવું પડે છે. જો તે સમયે બજારમાં ભાવ નીચા હોય, તો ખેડૂતોને સીધું નુકસાન થાય છે.
MSP પર ખરીદીનો પડકાર: ભલે સરકારે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કપાસ ખરીદવાની ખાતરી આપી હોય, પરંતુ સરકારી ખરીદી કેન્દ્રોની સંખ્યા, સમયસર ચૂકવણી અને અન્ય વ્યવસ્થાકીય મુદ્દાઓને કારણે નાના ખેડૂતો માટે MSP પર વેચાણ કરવું હંમેશા સરળ નથી હોતું. સૌજન્ય: ઝી 24 કલાક

 

Content Copying Forbidden !!

error: Content is protected !!