પ્રાથમિક શાળામાં દર 30 વિદ્યાર્થી પર એક અને માધ્યમિકમાં દર 35 વિદ્યાર્થીએ એક શિક્ષક હોવા જોઈએ




અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સમયે ‘શિક્ષણ’ એ મુદ્દો બની ગયો હતો અને આમઆદમી પાર્ટી ‘ભીસ’ પાડી દેશે તેવા સંકેત હતા પણ પોલીટીકસ આગળ એજયુકેશન હંમેશા પાણી ભરે છે, તે ચૂંટણીમાં સાબીત થઇ ગયું અને વાસ્તવિકતા પણ બહાર આવી ગઇ છે.
ભારતમાં શિક્ષણ એ કર્દી પ્રાથમિક્તા મેળવી નથી અને વિશ્વની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાં ભારતની કોઇપણ ઇન્સ્ટીટયુટ આવતી નથી; પણ ગુજરાત જે હવે ચૂંટણીમાં શિક્ષણના બોધપાઠ શિખ્યા નથી. દેશના વસતિની દ્રષ્ટિએ મોટા રાજયોમાં શિક્ષણની દ્રષ્ટિએ ગુજરાત એ 15માં ક્રમે છે.
ખાસ કરીને વિદ્યાર્થી અને શિક્ષકના રેશિયોમાં ગુજરાત કરતા દેશના 14 રાજ્ય આગળ છે. ધો. 1 થી 5 જ પ્રાથમિક શિક્ષણ ગણાય છે. તેમાં દર 30 વિદ્યાર્થીએ એક શિક્ષક છે અને માધ્યમિક એટલે કે ધો 6 થી 8 માં આ સંખ્યા દર 26 વિદ્યાર્થીએ એક શિક્ષકની છે. જયારે રાષ્ટ્રીય ગુણોતર એ અનુક્રમે 28 અને 24 છે. આમ રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ગુજરાત આગળ છે.
ગુજરાત કરતા રાજસ્થાન અને મધ્યપ્રદેશની સ્થિતિ કંઇક સારી છે. જો આ સંખ્યામાં પ્રવાસી શિક્ષક કે કામચલાવ ભરતીના શિક્ષકોની ગણતરી થતી નથી, જે અંદાજે 9700 જેટલી છે. રાજયમાં 1.71 લાખ શિક્ષકો છે અને કોઇ મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પણ નથી. સરકારી ગાઈડ લાઇન મુજબ પ્રાથમિક શાળાએ દર 30 વિદ્યાર્થી પર એક શિક્ષક અને માધ્યમિકમાં દર 35 વિદ્યાર્થીએ એક શિક્ષક હોય તે છે.