રાજકીય પંડિતોનું માનવું છે કે ઓછા મતદાનથી ભાજપની લીડમાં ઘટાડો થઈ શકે અને કેટલીક બેઠકો પર કૉંગ્રેસ ટક્કર આપી શકે છે. ચૂંટણીપંચના આંકડા પ્રમાણે ગુજરાતમાં સરેરાશ 60.13 ટકા મતદાન થયું છે.

જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે કહ્યું છે કે, આ વખતે ક્ષત્રિય આંદોલન થયું છે પણ ક્ષત્રિય પટેલ જેટલી મોટી વોટબૅન્ક ધરાવતા નથી. એટલું ખરું કે આ વખતે ભાજપમાં આંતરિક વિખવાદ અને ક્ષત્રિય આંદોલન, હાલના તબક્કે છ બેઠકો પર ટક્કર આપશે એવું લાગે છે. પત્રકાર સીતાપભાઈને બનાસકાંઠા
અને પત્રકાર ઉત્તમભાઈ દેસાઈને વલસાડ કોંગ્રેસ જીતે તેવું લાગે છે. પત્રકાર અજય ઉમઠનું ગણિત છે કે આણંદ અને બનાસકાંઠા કોંગ્રેસ બાજી મારે છે. રોનક પટેલ માને છે કે બધી જ બેઠક ભાજપ જીતશે. પત્રકાર બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ મજબૂત માને છે. વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાનું માનવું છે કે પહેલાં

ક્ષત્રિય અને પછી કોળી આંદોલનને કારણે આણંદ, સુરેન્દ્રનગરની બેઠકો પર ભાજપના ગણિતો અવળા પડે તો એવી પરિસ્થિતિમાં જામનગરમાં મોટા પાયે લીડમાં ઘટાડો થઈ શકે છે. રાજકીય વિશ્લેષક ડૉ. હરિ દેસાઈ બનાસકાંઠામાં ગેનીબહેનને ડાર્ક હૉર્સ માને છે. સાબરકાંઠામાં ભાજપનો આંતરિક વિરોધ ઘણો

છે. ચોંકાવનારું પરિણામ આવી શકે. આણંદ કોંગ્રેસ જીતે અને વલસાડમાં ભરૂચમાં ચૈતર વસાવાને આદિવાસી ડાર્ક હૉર્સ ગણવામાં આવે છે. વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયાએ કહ્યું કે ભરૂચમાં ચોક્કસ રીતે ભાજપને ચૈતર વસાવા મોટી ટક્કર આપી શકશે. અહીં ચોંકાવનારું પરિણામ આવે તો નવાઈ નહીં. પત્રકાર જગદીશ મહેતા સૌરાષ્ટ્રમાં જામનગર, સુરેન્દ્રનગર અને ભુજમાં કોંગ્રેસ અને ધારાસભામાં 5 માંથી માણાવદર બેઠક ભાજપ માટે જોખમ છે.

રાજકોટ બેઠક બાબતે કોઈ પત્રકારે ભાજપ હારે એવું અનુમાન કરેલ નથી, સૌ લીડ ઘટશે, એવું માને છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

