કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઓપરેશન સિંદૂરનો ચહેરો બની ગુજરાતી મુસ્લિમ મહિલા

ઓપરેશન સિંદૂરનો ચહેરો બની ગુજરાતી મુસ્લિમ મહિલા

સોફિયા કુરેશી મૂળ ગુજરાતના છે. તેમનો જન્મ 1981માં વડોદરામાં થયો હતો

બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાં ભારતીય સૈન્ય ટુકડીનું નેતૃત્વ કરનારી પ્રથમ ભારતીય મહિલા અધિકારી બનીને ઇતિહાસ રચ્યો

8 લશ્કરી ટુકડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી સોફિયા એકમાત્ર મહિલા અધિકારી હતી

ભારતે 15 દિવસ પહેલા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સામે મોટી કાર્યવાહી કરી અને 6 અને 7 મે 2025 ની રાત્રે પાકિસ્તાન દ્વારા કબજા હેઠળના આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નવ આતંકવાદી ઠેકાણા તોડી પાડવામાં આવ્યા. તે જ સમયે, ભારતીય સેનાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી ત્યારે આ કોન્ફરન્સમાં માહિતી આપનાર કર્નલ સોફિયા કુરેશીએ પહેલગામ હુમલાના પીડિતોને ન્યાય આપવા માટે ઓપરેશન સિંદૂર દ્વારા નક્કર પગલાં લેવાની વાત કરી ત્યારે તમને જણાવી દઈએ કે પાકિસ્તાન આતંકીઓને ધૂળ ચટાડનાર આ 2 મહિલામાંથી એક મહિલા અધિકારી લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી એક ગુજરાતી મુસ્લિમ છે.

તે ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સના અધિકારી છે, જેમણે વર્ષ 2006 માં કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ કામગીરીમાં પણ કામ કર્યું છે. અહીં તેમણે યુદ્ધવિરામનું નિરીક્ષણ કર્યું હતું અને માનવતાવાદી મિશનમાં મદદ કરી હતી. ગુજરાતના લેફ્ટનન્ટ કર્નલ કુરેશી પાસે બાયોકેમિસ્ટ્રીમાં અનુસ્નાતક ડિગ્રી છે. સોફિયા કુરેશી મૂળ ગુજરાતના છે. તેમનો જન્મ 1981માં ગુજરાતના વડોદરામાં થયો હતો. તેમણે બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. ગુજરાતની રહેવાસી સોફિયા કુરેશી ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સમાં અધિકારી છે અને તેમણે પોતાની કારકિર્દીમાં આવા ઘણા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે, જે મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે, સોફિયા કુરેશીએ મેજર તાજુદીન કુરેશી સાથે લગ્ન કર્યા, જે આર્મીના મિકેનાઇઝડ ઇન્ફ્રન્ટ્રીમાં સેવા આપે છે, તેમને નવ વર્ષનો પુત્ર છે.
સોફિયા એક લશ્કરી પરિવારમાંથી આવે છે. તેના દાદા ભારતીય સેનામાં સેવા આપી ચૂક્યા છે અને તેના પિતાએ પણ થોડા સમય માટે આર્મીમાં સેવા આપી હતી. આ લશ્કરી પૃષ્ઠભૂમિને કારણે, સોફિયાએ બાળપણથી જ સૈનિક બનવાનું સ્વપ્ન જોવાનું શરૂ કર્યું હતું. વર્ષ 1999 માં, તેણીને ઓફિસર્સ ટ્રેનિગ એકેડેમી (OTA) દ્વારા આર્મીમાં કમિશન મળ્યું. આ પછી, તેણીને દેશના વિવિધ ભાગોમાં
પોસ્ટ કરવામાં આવી, જેમાં બળવાખોરો વિરોધી ક્ષેત્રોનો સમાવેશ થાય છે, સોફિયા કુરેશીને શાંતિ રક્ષા કામગીરીનો પણ અનુભવ છે. વર્ષ 2006 માં, તેણીએ કોંગો (આફ્રિકા) માં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં લશ્કરી નિરીક્ષક તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત, તેણીએ ઓપરેશન પરાક્રમ દરમિયાન પંજાબ સરહદ પર કામ કર્યું હતું. તે જ સમયે, ઉત્તરપૂર્વ ભારતમાં પૂર રાહત કામગીરી દરમિયાન તેણીના સંદેશાવ્યવહાર કાર્યને સિગ્નલ ઓફિસર-ઇન-ચીફ પ્રશંસા કાર્ડ એનાયત કરવામાં આવ્યું હતું.
લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી વિદેશી લશ્કરી કવાયતનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા અધિકારી છે. માર્ચ 2016 માં, સોફિયા કુરેશીએ બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાં ભારતીય સૈન્ય ટુકડીનું નેતૃત્વ કરનારી પ્રથમ ભારતીય મહિલા અધિકારી બનીને ઇતિહાસ રચ્યો. ‘એકસરસાઇઝ ફોર્સ 18’ નામની આ કવાયત 2 માર્ચ થી 8 માર્ચ, 2016 દરમિયાન પુણેમાં યોજાઈ હતી. તે ભારત દ્વારા આયોજિત અત્યાર સુધીની સૌથી મોટી વિદેશી લશ્કરી કવાયત હતી.
આસિયાન દેશોની સાથે ભારત, જાપાન, ચીન, રશિયા, અમેરિકા, કોરિયા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સેનાઓએ તેમાં ભાગ લીધો હતો. આ કવાયતમાં કુલ 18 લશ્કરી ટુકડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી સોફિયા એકમાત્ર મહિલા અધિકારી હતી જેણે ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. તેમના ટુકડીમાં 40 સભ્યો હતા, જેઓ યુએન શાંતિ રક્ષા કામગીરી અને માનવતાવાદી ખાણ કામગીરી માટે તાલીમમાં સામેલ હતા…

 

Content Copying Forbidden !!

error: Content is protected !!