લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ સાથે જ ભાજપ-કોંગ્રેસના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે
એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આમ ગુજરાતમાં ભાજપના 26, કોંગ્રેસ+આપના (24+2) 26 ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. તો કોંગ્રેસે પાંચ બેઠકો પર પેટાચૂંટણીના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દીધી છે.
ગુજરાતના ભાજપ અને કોંગ્રેસ-આપના 26-26 ઉમેદવારોની યાદી
બેઠક ભાજપ કોંગ્રેસ + આપ
ગાંધીનગર=અમિત શાહ=સોનલબેન પટેલ
કચ્છ (SC)=વિનોદભાઈ ચાવડા=નિતેશ લાલણ
બનાસકાંઠા=રેખાબેન ચૌધરી=ગેનીબેન ઠાકોર
પાટણ=ભરતસિંહજી ડાભી=ચંદનજી ઠાકોર
અમદાવાદ પશ્ચિમ (SC)=દિનેશભાઈ મકવાણા=ભરત મકવાણા
રાજકોટ=પરશોત્તમ રૂપાલા=પરેશ ધાનાણી
પોરબંદર=મનસુખભાઈ માંડવિયા=લલિત વસોયા
જામનગર=પૂનમબેન માડમ=જે.પી. મારવિયા
આણંદ=મિતેશભાઈ પટેલ=અમિત ચાવડા
ખેડા=દેવુસિંહ ચૌહાણ=કાળુસિંહ ડાભી
પંચમહાલ=રાજપાલસિંહ જાદવ=ગુલાબસિંહ ચોહાણ
દાહોદ (ST)=જસવંતસિંહ=ભાભોર પ્રભાબેન તાવિયાડ
ભરૂચ=મનસુખભાઈ વસાવા=ચૈતર વસાવા (AAP)
બારડોલી (ST)=પ્રભુભાઈ વસાવા=સિદ્ધાર્થ ચૌધરી
નવસારી=સી.આર. પાટીલ=નૈષદ દેસાઈ
સાબરકાંઠા=શોભનાબેન બારૈયા=તુષાર ચૌઘરી
અમદાવાદ પૂર્વ=હસમુખ પટેલ=હિંમતસિંહ પટેલ
ભાવનગર=નિમુબેન બાંભણિયા=ઉમેશ મકવાણા (AAP)
વડોદરા=હેમાંગ જોશી=જયપાલસિંહ પઢિયાર
છોટા ઉદેપુર=જશુભાઈ રાઠવા=સુખરામ રાઠવા
સુરત=મુકેશ દલાલ=નિલેશ કુંભાણી
વલસાડ=ધવલ પટેલ=અનંત પટેલ
જૂનાગઢ=રાજેશ ચુડાસમા=હિરાભાઈ જોટવા
સુરેન્દ્રનગર=ચંદુભાઈ શિહોરા=ઋત્વિક મકવાણા
મહેસાણા=હરિભાઈ પટેલ=રામજી ઠાકોર
અમરેલી=ભરત સુતરિયા=જેનીબેન ઠુંમ્મર
ઉલ્લેખનીય છે કે, ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત 12 એપ્રિલ છે.
19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે અને 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. 7 મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે.