અકસ્માત
કોઠારીયાના ફારૂકભાઈના મામા અને ચંદ્રપુરના અબ્દુલભાઇ (ચમક)ના બનેવી
ઉપલેટા ખાતે ટીચર તરીકે ફરજ બજાવતા હતા
વાંકાનેર તાલુકાના જૂની કલાવડીના ટીચર તરીકે મુસ્લિમ હાઇસ્કુલ ઉપલેટા ખાતે ફરજ બજાવતા માણસિયા ગુલાબ હુસેન જલાલભાઈ જેઓનું ધોરાજી પાસે ગઈ કાલે રાત્રે ધોરાજી- ઉપલેટા રોડ પર રોયલ ગર્લ્સ સ્કૂલ સામે પાણીના ટાંકા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા તેઓનો ઇન્તેકાલ થયેલ છે. તેમની દફનવિધિ જૂની કલાવડી મુકામે કરવામાં આવી હતી. તેઓ બે ભાઇમાં નાનાં હતા. કોઠારીયાના ફારૂકભાઈ અબ્દુલભાઇ કડીવાર (વાંકાનેર કિશાન કોંગ્રસે પ્રમુખ)ના મામા તથા ચંદ્રપુરના અબ્દુલભાઇ (ચમક)ના બનેવી થતા હતા. કમલ સુવાસમાં એમણે સણોસરા (તા: રાજકોટ) વિષે લેખ આપેલ હતો.
મર્હુમને અલ્લાહ પાક જન્નતમાં આલા સે આલા મકામ અતા ફરમાવે. હુજુરના સદકે તેઓના ગુન્હાની મગફેરત ફરમાવે, ધર વાલોકો સબ્રે જમીલ અતા ફરમાવે.
તેમની જિયારત રવિવાર તા.05 ના રોજ 08.30 કલાકે જૂની કલાવડી ખાતે રાખવામાં આવેલ છે.