વાંકાનેર: ગુલશનપાર્ક સોસાયટી ચંદ્રપુર ગામે રહેતા અને ઢુવા મીલેનીયમ ટાઇલ્સના કારખાનામાં નોકરી કરતા મહમદસાહીદ અબ્દુલભાઈ
પરાસરા (ઉ.વ.૨૦) વાળાએ ફરીયાદ લખાવેલ છે કે ગઈ તા.૨૩/૦૬/૨૦૨૪ ના ઇદ કરવા આવેલ બહેન મુસ્કાનબેનને પાજ ગામે મુકવા
જવાનું હોઈ જેથી બપોરના મોટર સાયકલ હોન્ડા એસપી રજી.નં. GJ36AH7856 વાળુ લઈને વાંકાને૨ ઘરે આવવા માટે નીકળેલ અને
મોરબી વાંકાનેર હાઈવે ઢુવા સનહાર્ટ સીરામીક કારખાનાથી આગળ ડીવાઈડર કટ પાસે ટ્રક ચાલકે કટમાંથી યુ ટર્ન ઢુવા તરફ લીધેલ, જેથી
મોટર સાયકલ ટ્રક રજી.નં. RJ51GA3347ના કંડક્ટર સાઇડના આગળના બમ્પરમાં અથડાયેલ અને ફરિયાદી પટકાઇ ગયેલ. જેથી જમણા
પગમાં ઘુંટણમાં ગંભીર ઈજા થયેલ. બાદમાં મોઇનભાઈ ગુલાબભાઈ માથકીયાને ફોન કરી જાણ કરતા તે તથા સુનિલભાઈ મહેશભાઈ પ્રજાપતિ 
આવી ગયેલ. ૧૦૮ એમ્બ્યુલન્સમાં વાંકાનેર હોસ્પિટલ ખાતે લઈ ગયેલ. ફરિયાદીના પિતા મોટા બાપુ યુનુશભાઈ ગાજીભાઈ આવેલ અને ત્યાંથી વધુ સારવાર સારૂ રાજકોટ લઈ જવાનું કહેતા રાજકોટ ખાતે લઇ ગયેલ. પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી શરુ કરેલ છે.
