મોરબી એસઓજી ટીમ દ્વારા રાતાવીરડા ગામના બે શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવાયો
વાંકાનેર : સોશિયલ મીડિયામાં સીન સપાટા મારવા માટે ભયજનક રીતે વાહન ચલાવવાના વિડીયો મુકવાની સાથે હથિયાર સાથેના ફોટો અપલોડ કરવાની આજકાલ ફેશન બની છે ત્યારે આવા જ એક કિસ્સામાં હથિયાર પરવાનો ન હોવા છતાં વોટ્સએપ-ફેસબુકમાં બંદૂકના ફોટો અપલોડ કરનાર વાંકાનેર તાલુકાના રાતવીરડા ગામના બે શખ્સ વિરુદ્ધ મોરબી એસઓજી દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેતા આરોપી બાબુભાઇ ચોથાભાઇ પાંચીયા નામનો યુવાન હથિયાર પરવાનો ધરાવતો ન હોવા છતાં હથિયાર પરવાનેદાર આરોપી અરજણભાઇ હિન્દુભાઇ પાંચીયાના પરવાનાવાળા બારબોરના હથિયારથી ફોટો પાડી પોતાના વોટ્સએપ ડી.પી.સ્ટેટસમાં તેમજ પોતાના ફેસબુક આઇ.ડી.માં પોસ્ટ કરતા સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે પોતાના શોખ ખાતર એવું કૃત્ય કરનાર આરોપી બાબુભાઇ પાંચિયા તેમજ હથિયાર પરવાનેદાર અરજણભાઈ વિરુદ્ધ મોરબી એસઓજી ટીમે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.