હડમતીયામાં મહિલાને માર
વાંકાનેર: તાલુકાના ગુંદાખડા ગામે રહેતી પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી…
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા અજયભાઈ મકવાણાના પત્ની હેતલબેન મકવાણા (19) એ કોઈ કારણોસર ગત 29/11/2024 ના રોજ 8:30 વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી તે મહિલાને પ્રાથમિક સારવાર આપીને વધુ
સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું, જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો 8 માસનો છે. તેને કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસ ચાલી રહી છે…
હડમતીયામાં મહિલાને માર
ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા લીલાબેન હસમુખભાઈ વાઘેલા (50) નામના મહિલાને મારામારીના બનાવમાં ઈજા થતા પ્રાથમિક સારવાર ટંકારામાં આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી…