કુટુંબના સભ્યોને તમાકુના દુષણથી મુકત કરવા અપીલ કરી
મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેરના સહયોગથી આઇ.ટી.આઇ. ખાતે વાંકાનેર ખાતે ગુરુશીબીરનું આયોજન
તમાકુ નિષેધ દિવસ અંતર્ગત ગુરુ શીબીર રાખવામાં આવેલ. જેમાં બાળકોને તમાકુના વ્યસનથી થતી શારીરિક/માનસિક/આર્થિક અસરો વિશે તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઇ તથા આર.બી. એસ.કે. મેડીકલ ઓફીસર ડો. અનીલ પરમાર અને આઇ.ટી.આઇ. ના આચાર્યશ્રી માહંમદભાઇ રાઠોડે હાજર રહી જરુરી માર્ગદર્શન આપવામાં આવેલ..
કાર્યક્રમના અંતે આર.બી.એસ.કે. ડો. અનીલભાઇ પરમારે તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપી કુટુંબના સભ્યોને તમાકુના દુષણથી મુકત કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્કુલના આચાર્યશ્રી તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઇ અને RBSK ટીંમના ડો. ડો. અનીલ પરમાર હાજર રહેલ. આભારવિધિ શાળાના શિક્ષક શ્રી અજોલાભાઇએ કરેલ હતી.