વાંકાનેર પોલીસે ઢુવા પાસેથી પકડી પાડયો…
મોરબી સહીત ત્રણ જીલ્લામાં ૧૦-૧૦ ચોરીને અંજામ આપ્યાનો આરોપ…
રાજકોટ, જામનગર અને મોરબી જીલ્લામાં ૧૦ જેટલા ચોરીના ગુનાને અંજામ આપનાર રીઢા ગુનેગારને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ચોરાઉ રીક્ષા સાથે ઝડપી લઈને આરોપીની વધુ પૂછપરછ ચલાવી છે.
વાંકાનેર તાલુકા પોલીસ ઢુવા ચોકડીએ વાહન ચેકિંગમાં હોય દરમિયાન સીએનજી રીક્ષા જીજે ૦૩ બીયુ ૫૭૫૧ નીકળતા રિક્ષાને રોકી રિક્ષાચાલક જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગોવિંદ પરમારની પૂછપરછ કરી હતી અને રીક્ષાના કાગળો માંગતા કાગળો ના હોવાનું જણાવ્યું હતું.
જેથી રીક્ષા કબજે લઈને વધુ તપાસ ચલાવી હતી, જેમાં પોકેટ કોપ મોબાઈલ મારફત સર્ચ કરતા રીક્ષા રાજકોટ ચૌધરી હાઈસ્કૂલ પાસેથી ચોરી કર્યાનુ ખુલ્યું હતું; જેથી આરોપીની સઘન પૂછપરછ કરતા ચોરીની કબુલાત આપી હતી. જેના પગલે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતું ગોવિંદ પરમાર (ઉ.વ.૨૪) રહે મૂળ ગામ જોડિયાવાળાને ઝડપી લઈને ચોરાઉ રીક્ષા કબજે લીધી હતી અને રાજકોટ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં થયેલ રીક્ષા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં સફળતા મળી છે.
ઝડપાયેલો આરોપી રીઢો ગુનેગાર હોવાનું પણ પોલીસ પાસેથી જાણવા મળ્યું છે, આરોપી જીતેન્દ્ર પરમાર રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન ઉપરાંત જામનગર જીલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન, જામનગર
એ ડીવીઝન પોલીસ સ્ટેશન, મોરબી જીલ્લાના સીટી એ ડીવીઝન અને સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે અને ૧૦ ગુનામાં સંડોવાયેલ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
જે કામગીરીમાં વાંકાનેર તાલુકા પીએસઆઈ બી. પી. સોનારા, મયુરધ્વજસિંહ જાડેજા, ચમનભાઈ ચાવડા, હરિચંદ્રસિંહ ઝાલા, રવિભાઈ કલોત્રા, સંજયસિંહ જાડેજા અને વિજયભાઈ ડાંગર સહિતની ટીમ જોડાયેલ હતી.