વાંકાનેર: રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન વીજળી, પવન ફૂંકાવવાની સાથે કરા પડવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં 5-6 મે, 2025ના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમેરલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ માવઠા સાથે કરા પડવાની આગાહીને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
જયારે આ બે દિવસ દરમિયાન રાજ્યભરમાં 50-60 KMPHની ગતિએ પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદની પડવાની આગાહીને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે…
7 મે, 2025ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા અને 8 મેના રોજ અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે ભારે કમોસમી વરસાદની આગાહી પગલે હવામાન વિભાગે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે…