ઉનાળુ બાજરીને નુકશાન
વાંકાનેર: તાલુકાના ઓળ ગામમાં ગઈ કાલે સાંજના અડધો ઇંચ જેટલો વરસાદ પડયાના સમાચાર છે. પવનની ગતિ વધુ ન હોઈ નુક્સાનીના કોઈ સમાચાર નથી, પરંતુ ઉનાળુ બાજરીને નુકશાન થયું છે, જયારે 


આગોતરા કપાસના વાવેતરને ફાયદો થશે, એવું જાણવા મળે છે. ઓળની આજુબાજુના ગામડાઓમાં પણ છાંટા પડયાના અહેવાલ છે….