કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ડમ્પર હડફેટે અકસ્માતમાં હાથ કાપવો પડયો

વાંકાનેર: એકતા સોસાયટી સામે રાજકોટ રોડ પર રહેતા એક શખ્સના મોટર સાયકલને ડમ્પર હડફેટે અકસ્માત થતા હાથ કાપવો પડયો છે


બનાવની વિગત મુજબ કેબલના ધંધાર્થી અને એકતા સોસાયટી ટેલીફોન એકસચેન્જની બાજુમાં રહેતા અલીભાઇ હસનભાઇ સબીબી જાતે આરબ (ઉ.વ. ૬૩) ફરિયાદ લખાવેલ છે કે પોતાને સંતાનમાં છ દીકરી તથા એક દીકરો છે.

ગઈ તા.૨૮/૦૩/૨૦૨૪ ના રોજ મોટર સાઈકલ નંબર જી.જે-૩૬-પી-૮૧૪૫ વાળું લઈને મીલપ્લોટ વિસ્તારમાંથી કેબલની લાઈનનું કામ પુરૂ કરી અગિયારેક વાગ્યે મીલપ્લોટમાંથી ધર તરફ આવવા નીકળેલ હતો.

આ વખતે સાડા અગિયારેક વાગ્યે વાંકાનેર સ્ટેશન રોડ પટેલ સમાજની વાડી પાસે રોડ ઉપર પહોચતા ફરિયાદી પોતાની સાઈડમાં જતો હતો.

બાજુમાંથી એક પીળા કલરનું ડમ્પર રજી નં-જીજે-૧૩-ડબલ્યુ-૧૨૩૧ સફેદ પથ્થર જેવા ભરેલ હોય તેણે અચાનક કાવુ મારતા મોટર સાઇકલને ટલો લાગતા

મોટર સાઇકલ સાઈડમાં પડી ગયેલ અને ડમ્પરના પાછળના ખાલી સાઈડના જોટામાં ફરિયાદીનો જમણો હાથ આવી ગયેલ. ત્યા હાજર માણસો ભેગા થઈ જતા

જેમા નરેશભાઈ તથા અકબરભાઈ મોવર તાત્કાલીક ડોક્ટરને ત્યાં લઇ ગયેલ. ત્યા ફરિયાદીનો નાનો ભાઈ મહમદબીન સબીબી તેમના પત્ની વિગેરે આવી ગયેલ.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

ડોકટર સાહેબે જોઈ તપાસી રાજકોટ લઇ જવાનુ જણાવતા રાજકોટ ગયેલ અને હાથનું ઓપરેશન કરી જમણો હાથ કોણી ઉપરથી કપાવવો પડેલ હતો.

આ ફરિયાદ ઉપરથી પોલીસ ખાતાએ આગળની કાયદેસર કાર્યવાહી શરુ કરેલ છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!