આવતા શનિવારે રાત્રે તકરીરનો પ્રોગ્રામ
વાંકાનેર: સજ્જાદાનશીન ખાનકાહે હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા રહેમતુલ્લાહ ત્આલા અલયહે એક યાદીમાં જણાવ્યું છે કે તમામ અકીદતમંદો અને તમામ મશાયખી મોમીન ભાઈઓને જાણ કરવામાં આવે છે કે હઝરત પીર સૈયદ અલીફૈઝુરરહેમાન ઉર્ફે મોમીનશાહ બાવા (રહેમતુલ્લાહ આલા અલયહે) ની દરગાહે તા. ૨૭/૦૯/૨૦૨૫ શનિવાર ના રોજ ઈશાની નમાઝ બાદ અલ્હાજ અલ્લામા હઝરત સૈયદ અલીનવાઝ બાવા ઉર્ફે મોમીનશાહ બાવા સાલીસ (વલી અહદ સજ્જાદાનશીન) શાનદાર તકરીર ફરમાવશે. ઈન્શાઅલ્લાહ.


સંદલ શરીફ
તા. ૨૮/૦૯/૨૦૨૫ રવિવાર ના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાક કુરાન ખ્વાની અને ત્યાર બાદ ૧૦:૦૦ થી ૧:૦૦ ન્યાઝ તકસીમ કરવામા આવશે. ઝોહરની નમાઝ બાદ સંદલ શરીફ બાવા સાહેબના કુટુંબી જનો તરફથી અદા કરવામા આવશે.
સ્થળ : અલ્હાજ હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા દરગાહ શરીફ. ચંદ્રપુર.

