વાંકાનેર તાલુકાના લીંબાંળા ગામે ખેડુત પરિવારમાં જન્મેલ આબીદ ગઢવારા ખેતી અને જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલ છે. ગ્રેજ્યુટ સુધી અભ્યાસ કરેલ છે, તેઓ યુવા કોંગ્રેસના કાર્યકરથી કામગીરી શરુ કરી આજે વાંકાનેર યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે છેલ્લા ૧૦ વર્ષથી કામગીરી કરે છે. વાંકાનેર તાલુકા કોંગ્રેસના રાજકારણમાં ખુબ સક્રિય ભુમિકા નિભાવે છે, તેઓ ગુજરાત કોંગ્રેસના મુખ્ય નેતાઓ સાથે ખુબ નિકટતાપૂર્વક માર્ગદર્શન લઈને વાંકાનેર તાલુકાના ખેડુતો, યુવાનો, વિદ્યાર્થીઓ અને ગરીબ પછાત વર્ગના લોકોના પ્રશ્નો ઉઠાવે છે. આબીદ ગઢવારા વાંકાનેરના રાજકારણમાં પીરઝાદા પરીવારના વફાદાર અને લડાયક સાથી છે. આબીદ ગઢવારા રાજકારણની સાથે સામાજીક કાર્યક્રમો નિસ્વાર્થપણે કરે છે અને આરોગ્યલક્ષી કામોમા રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ કાર્યક્રમો કરતા હોય છે.
આજે આબીદ ગઢવારા ૨૮ વર્ષ પૂર્ણ કરી ૨૯ માં વર્ષ પ્રવેશ કરતા હોય તેમને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવી છીએ. મો. ૯૭૧૪૮૯૯૩૫૭