વાંકાનેરના જાણીતા ઉદ્યોગપતિ જસદણ સિરામિક ગ્રુપના શ્રી બેચરબાપાના પૌત્ર અને વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને વાંકાનેરના ભામાશા પ્રજ્ઞેશભાઈ પટેલના પુત્ર ચી. હર્ષના શુભ લગ્ન ચિ. દેવાંશી સાથે સંપન્ન થયા છે.
જસદણ સિરામિકના વિશાળ ગ્રાઉન્ડમા “ભોજનસભારંભ’ સંગીત સંધ્યા સાથે રાત્રીના ૭ થી ૧૦:૩૦ દરમ્યાન યોજાયેલ હતો. આ પ્રંસગે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, હિરેનભાઈ પારેખ, પરેશભાઇ, નગરપાલિકાના હોદેદારો તેમજ માજી સંસદ સભ્ય લલિતભાઈ મહેતા, વાંકાનેરના યુવરાજા કેસરિદેવસિંહ ઝાલા, સુરેશભાઈ પ્રજાપતિ, મગનભાઈ પ્રજાપતિ, “સુરાણી પરિવાર” ઉપસ્થિત રહીને સુંદર પ્રસંગ દીપવેલ. આ પસંગે વાંકાનેર પત્રકારો ઉપરાંત શકિતપીઠના અશ્વિનભાઈ રાવલ, આપા જાલાની જગ્યા મેસરિયાના મગનીરામબાપુ, રધુનાથજી મંદિરના સેવાદાસબાપુ, વાંકાનેર સત્યનારાયણ મંદિના મહંત, ભંગેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ હંસરાજબાપા, ફળેશ્વર મહાદેવ મંદિરના વિશાલભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.