કેસ ન કરવા પાંચ લાખમાં સોદો: એક લાખ પડાવ્યા
ટંકારા: તાલુકાના હરીપર(ભુ) ગામમાં રહેતા એક યુવાનને મહિલાએ ફોન કરી મળવા બોલાવેલા અને પછી પૈસા પડાવવાનો કારસો રચ્યાની ફરિયાદ થઇ છે….જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના હરીપર(ભુ) ગામના રહીશ અજીતભાઈ મુળજીભાઈ ભાગીયા (ઉ.વ.૩૭) ફરીયાદમાં લખાવેલ છે કે પોતે મિતાણા ગણેશપર રોડ પર “ફ્રેન્સ પોલીપે” નામના કારખાને બેસી વેપાર કરે છે અને સાતેક દિવસ પહેલા મારા ફોન નં.મા એક અજાણ્યા નં.૯૭૩૭૩ ૩૦૦૫૯ પરથી એક પુજાબેન નામની મહીલાનો ફોન આવેલ અને મને ફોનમા વાત કરેલ કે “તમે પાણી વાળા ભાઈ બોલો” જેથી મે ના કહેતા તેઓએ મારુ નામ પુછતા મે મારુ નામ જણાવેલ. બાદ બીજા દિવસે મારા ફોન પર વોટ્સ એપમા “જય માતા” તથા “”ગુડ મોરી” લખેલો મેસેજ આવતા મે તેઓને ફોન કરીને કહેલ કે ‘હુ પાણી વારો ભાઈ નથી તમે મને મેસેજ ના કરો’ બાદ તેણે જણાવેલ કે ‘મારા પતિ ટ્રક ડ્રાઈવર છે જેથી તે ઘરે અમુક-અમુક સમયે જ આવે છે જેથી મારે તમારી સાથે ફે ન્ડસીપ કરવી છે. હુ મોરબીના ઘુંટુ ગામે રહે છુ. તમે કહેશો ત્યા આવી જાઇસ’. જેથી મે કહેલ કે ‘મારી પાસે જાજો સમય ના હોય પણ હુ ફ્રી હોઈશ ત્યારે આપને જણાવીશ’ બાદ અમોએ પાંચથી છ દિવસ સુધી અવાર-નવાર કોલમા વાત કરેલી હતી…
બાદ ગઈ તા. ૧૭/૦૧/૨૦૨૫ ના સવારના આ પુજાનો ફોન આવેલ અને મને જણાવેલ કે ‘હુ રાજકોટ હોસ્પિટલના કામે જાવ છુ તમારી પાસે સમય હોય તો આપણે મળીએ’ આથી મેં જણાવેલ કે ‘તમે છત્તર ગામે ઉભા રહેજો હું તમને ત્યાથી મારી ગાડીમા બેસાડી આપણે બન્ને રાજકોટ જસુ’ બાદ બપોરના બારેક વાગ્યે છત્તર ગામના બસ સ્ટેન્ડ પાસે હુ તથા મારો મિત્ર જયદિપ કુવરજીભાઈ ચૌધરી બન્ને જણા મારી મારુતી કંપનીની એસક્રોસ કાર રજી.નં.GJ36 B 1649 વાળી લઈને ગયેલા ત્યારે પુજાબેને મને ફોનમા જણાવેલ હતુ તેમ પીળા રંગની સાળી પહેરીને ઉભેલા હતા જેથી હુ તેને ઓળખી ગયેલો અને તેને અમે અમારી ગાડીમા બેસાડી રાજકોટ સીવીલ હોસ્પીટલ જવા નિકળેલા અને તેના કહેવા મુજબ રાજકોટ જામનગર રોડ પર આવેલ ટી.જી.એમ હોટેલ ખાતે તથા અલગ-અલગ જ્ગ્યાએ ફરવા ગયેલા આ દરમ્યાન આ પુજાબેને મને પોતાનુ સાચુ નામ દિવ્યા હોવાનુ જણાવેલ હતુ. આ પુજાબેન તેના મોબાઈલમા કોઈને ફોન મેસેજ કરતા હતા અને બાદ બપોરના આશરે અઢીક વાગ્યે અમો રાજકોટથી નિકળેલા અને આ વખતે આ પુજાબેને જણાવેલ કે ‘મને છત્તર ઉતારી દો આપણી પાછળ પાછળ કોઈ ગાડી પીછો કરે છે જેથી મને ઉતારી દો’ તેમ કહેતા ફરી વખત છત્તર ગામના બસ સ્ટેન્ડ પહેલા વાછકપર રોડ પાસે બપોરના ઉતારવા જતા ગાડી ઉભી રાખતા ત્યા અચાનક પાછળથી એક મારુતી સ્વિફ્ટ કાર રજી નં.GJ 36 AJ 9172 વાળી આવી તેમાથી ૦૫ લોકો ઉતરેલા અને
તેઓએ અમારી બન્ને સાથે બળજબરી કરી અમોને તેમની સ્વિફ્ટ કારમા અમારુ અપહરણ કરી બેસાડી દીધેલ અને તેઓ અમારી કારમા બેસી ગયેલ અને આ વખતે આ ગાડીમા આવેલ માણસો પૈકી એક એમને તેની ઓળખાણ દિવ્યા ઉર્ફે પુજાના ભાઈ તરીકેની આપેલી અને પોતાનુ નામ રુત્વિક હોવાનુ જણાવેલ હતુ. ત્યાર બાદ જુદી-જુદી જ્ગ્યાએ લઈ ગયેલા અને સાંજના સમયે અમને રતનપર પાસે પહોચતા ગાડીમાં પેટ્રોલ પુરુ થઈ જતા રતનપર ગામ પાસે આવેલ એચ.પી.ના પેટ્રોલપંપે પેટ્રોલ પુરાવા માટે ઉભા રહેલા અને ગાડીમાંથી એક ભાઈ નિચે ઉતરેલ, જેનુ નામ સંજયભાઈ ભિખાલાલ પટેલ રહે. મોરબી હોવાનુ જણાવેલુ. ગાડીમા પેટ્રોલ કે ડિઝલ પુરાવી ત્યાથી અમોને આગળ લઈ ગયેલા અને ગાડીમા અમોને લાફા અને ઢીકાનો માર મારેલો. અવાવરુ જ્ગ્યાએ ઉભા રાખી દરવાજો ખોલી લાતો મારવા લાગેલ ત્યારે રુત્વિક કહેતો હતો કે ‘તમે જેને લઈને ફરો છો તે મારી બહેન છે અને તમે આખો દિવસથી તેને લઈને કેમ ફરો છો’ તેમ કહીને તેની સાથે આવેલા માણસો પણ અમોને માર મારવા લાગેલા અને આ વખતે તે પૈકી એક હાર્દીક કિશોરભાઈ મકવાણા નાએ મને કહેલ કે ‘તમે આ લોકો જેમ કહે તેમ કરો નહીતર તમાર વિરુધ્ધમા બળાત્કારના કેસ કરી તમને ફસાવી દેશે અને તમે જેલમાં જાશો’, જેથી અમે ડરી ગયેલા અને આ વખતે આ લોકોએ કહેલ કે ‘તમારા કોઈ ઓળખીતાનુ નામ આપો તો સમાધાન કરી લેવડદેવડ કરી પુરુ કરી નાખીએ’ તેમ કહેલુ જેથી તેઓએ કહેલ કે ‘આગળ એક વડવાળા ચાની હોટેલ વાળા રણછોડભાઈ રબારી તમને ઓળખે છે’ ત્યા અમારી ગાડી લઈ ગયેલા અને ત્યા જઈ આ રણછોડભાઈ મને ઓળખતા હોય જેથી ચા પાણી કરેલા અને આ લોકોએ મને ધમકી આપેલી કે તમે ત્યા કશુ બોલતા નહી જેથી આ લોકોએ રણછોડભાઈ સાથે જઈ કઈક વાત કરેલી અને કહેલ કે ‘રણછોડભાઈ તમારી જવાબદારી લેસે તો જવા દેસુ પણ તમારે અત્યારે સમાધાનના રુપીયા પાંચ (૦૫) લાખ આપવા પડશે’ જેથી મારી પાસે કોઈ સગવડ ન હોય પણ મારી સાથેના જયદિપે અમારી ગાડીમાથી તેના થેલામાંથી ધંધાના રુ.એક(૦૧) લાખ રોકડા સંજયભાઈ ભિખાલાલ પટેલને આપેલા અને સંજયે આ રૂપીયા દિવ્યાને આપેલા અને ત્યાર બાદ અમને ત્યાંથી જવા દિધેલ હતા…
દરમ્યાન ગઈ તા.૧૭/૦૧/૨૦૨૫ થી આજ દિન સુધીમા મારા મો.નંબર પર તેમના મો.નં.૯૯૧૩૮ ૬૩૬૮૧ તથા મો.નં.૭૨૦૩૯ ૯૦૩૩૭ પરથી ફોન કરી મને ડરાવી ધમકાવી બાકીના રુપીયાની ઉઘરાણી કરતા હતા.
બાદ તા.૧૯/૧૦/૨૦૨૫ ના બપોરના સમયે આ લોકોને મને મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા પાસે આ લોકોએ મને બોલાવેલો અને હું તથા મારો મિત્ર જયદીપ બન્ને ગયેલા અને બાકીના રુ.ચાર (૦૪) લાખ રુપીયા લેવા માટે આ (૧) દિવ્યાબેન ઉર્ફે પુજા તથા તેના પતિ (૨) રમેશભાઈ કાળુભાઈ જાદવ તથા (૩) સંજયભાઈ ભિખાલાલ પટેલ ( ૪) હાર્દીક કિશોરભાઈ મકવાણા રહે. તમામ મોરબી નાઓએ બાકીના રુ.ચાર (૦૪) લાખ અમને ડરાવી ધમકાવી બળાત્કારના ખોટા કેસમા ફસાવાનો ડર ભય બતાવી ધમકી આપી તેની સ્વિફ્ટ કાર રજી નં. GJ36 AJ 9172 વાળી લઈ જતા રહેલા અને ધમકી આપતા હતા, જેથી આ બનાવની મારા મિત્ર રસીકભાઈ દુબરીયાને જાણ કરતા તેઓએ મને કહેલ કે ‘આ બાબતે તારે પોલીસ ફરીયાદ કરવી જોઈએ’ જેથી મારી સાથે આ ઉપરોક્ત (૧) દિવ્યાબેન ઉર્ફે પુજા તથા તેના પતિ (૨) રમેશભાઈ કાળુ ભાઈ જાદવ તથા (૩) સંજયભાઈ ભિખાલાલ પટેલ (૪) હાર્દીક કિશોરભાઈ મકવાણા (૫) રુત્વિક જેની પુરુનામ ખબર નથી આ ઉપરોક્ત બધા માણસોએ મારી સાથે કાવતરુ રચી એક બીજાની મિલાપીપણુ કરી બળાત્કારના કેસમા ફસાવી દેવાની ધમકી આપી બળજબરી કરી મને તથા મારા મિત્ર જયદિપને માર મારી ધોરણસર થવા ફરીયાદ છે.