ભૂલથી પણ અડતા નહીં: ઝેર જેવું કરે છે કામ
ડુંગળી રસોઇનો સ્વાદ વધારવાનું કામ કરે છે. ડુંગળીમાં રહેલાં ગુણો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. બિરયાનીથી લઇને બીજી અનેક વસ્તુઓમાં ડુંગળીનો ઉપયોગ થતો હોય છે. ડુંગળીનું શાક ખાવાની પણ મજા આવે છે. પરંતુ ડુંગળી પર પણ કાળાશ થવા લાગે છે. આ કાળી ડુંગળી સામાન્ય રીતે ફેંકી દેવામાં આવે છે.
ડુંગળી પાચન શક્તિ વઘારવાનું કામ કરે છે.
આંતરડા માટે પણ ડુંગળી બેસ્ટ સાબિત થાય છે. ડુંગળીના સેવનથી બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ ડુંગળી કરે છે. ડુંગળીનું દરરોજ સેવન કરવાથી આપણાં શરીરમાં થતી કેટલીક એલર્જીને દૂર કરવાનું કામ કરે છે. આ સાથે ડુંગળીથી આંખોમાં ખંજવાળ, ગળામાં ખંજવાળ અને સામાન્ય બીજી અનેક તકલીફો દૂર કરવાનું કામ કરે છે.
ડુંગળી પરના કાળા ફોતરા શું છે?
ડુંગળી પરના કાળા ફોતરા હેલ્થને અનેક પ્રકારનું નુકસાન પહોંચાડે છે. આવી કાળી ડુંગળી ખાવાનું બંધ કરી દેવું જોઇએ.
સામાન્ય રીતે ડુંગળી પરની કાળાશને એસ્પરગિલસ નાઇજર કહેવામાં આવે છે. આ પ્રકારની ફૂગ જમીનમાં જોવા મળે છે. આ ડુંગળીમાં થાય છે. આ કાળી ફૂગ Mucor mycosis નથી, પરંતુ સંશોધનમાં જાણવા મળ્યુ છે કે આ કાળાશ એક પ્રકારનું ઝેર બહાર કાઢે છે.
જે લોકોને પહેલાંથી એલર્જી હોય છે એમને કાળી ડુંગળીનું સેવન કરવુ જોઇએ નહીં. આ સાથે અસ્થમાની તકલીફ થઇ શકે છે. આમ, કાળી ડુંગળીને ઉપયોગમાં લેશો નહીં. આમ કરવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે.
તમે ફ્રિજમાં ડુંગળી સ્ટોર કરો છો તો કાળા ફોતરા કાઢીને કરો. આ બીજા ખોરાકમાં ભળીને ઝેરમાં ફેરવી શકે છે. આમ, તમે કાળી ડુંગળી તમારા ઘરમાં હોય તો સો વાર વિચાર કરીને પછી ખાવાના ઉપયોગમાં લેજો.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. કમલ સુવાસ ન્યુઝ આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ