કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

તમારી જમીન પર થઈ ગયો છે ગેરકાયદે કબજો?

તો આ કાયદા હેઠળ નોંધાવો ફરિયાદ; તરત જ આવી જશે નિકાલ

નવી દિલ્હીઃ પ્રોપર્ટી અને જમીનને સ્થાયી મિલકત માનવામાં આવે છે, એટલે કે તેને કોઈ ચોરી નથી શકતું. પરંતુ તેના પર ગેરકાયદે કબજો કરી શકે છે અથવા તેને હડપી શકે છે. અવારનવાર પ્રોપર્ટીના અતિક્રમણના કિસ્સાઓ સામે આવતા હોય છે અને તે સંપત્તિ વિવાદનું કારણ બને છે. તાજેતરના વર્ષોમાં, જમીન માફિયાઓએ લોકોની લીઝ પરની જમીન પણ હડપ કરી છે. જમીન તેમજ સંપત્તિ પર ગેરકાયદે કબજા સાથે જોડાયેલા લાખો મામલા દેશની અદાલતોમાં ચાલી રહ્યા છે.

જો કે, આવા કિસ્સાઓ સતત વધતા રહે છે, એટલા માટે જમીન અતિક્રમણને પહોંચી વળવા માટેની કાનૂન પદ્ધતિઓ જાણવી ખાસ જરૂરી છે.

ભારતમાં અતિક્રમણને ગુનો માનવામાં આવે છે અને ઈન્ડિયન પિનલ કોડ, 1860ની ધારા 441 જમીન તેમજ સંપત્તિના અતિક્રમણ પર લાગી થાય છે. જો કોઈ વ્યક્તિ આ કાનૂન હેઠળ ગુનેગાર માનવામાં આવે છે તો તેને દંડ અને જેલ બંને થાય છે. આવો તમને વિસ્તારથી જણાવીએ કે, આખરે કેવી રીતે તમે તમારી જમીન પરના ગેરકાયદે કબજાને હટાવી શકો છો.

જમીન અતિક્રમણ એટલે શું?- ખોટી રીતે અને જાણીજોઈને કોઈની જમીન તેમજ સંપત્તિના કેટલાક હિસ્સા કે પૂરી પ્રોપર્ટી પર કબજો લઈ લેવો તેને અતિક્રમણ કહેવામાં આવે છે. દેશમાં મોટાભાગના જમીન પર ગેરકાયદે કબજાના કિસ્સાઓ સામે આવે છે, એટલા માટે ઘણા જમીનમાલિકો જમીન ખરીદ્યા બાદ તેની ફરતે બાઉન્ડ્રી વોલ બાંધે છે અને સાથે જ ત્યાં માલિકી હક્ક અંગેનું બોર્ડ પણ લગાવે છે.

જમીન અતિક્રમણનો કાયદો- ઈન્ડિયન પિનલ કોડ, 1860ની કલમ 441 જમીન તેમજ સંપત્તિના અતિક્રમણ પર લાગૂ થયા છે. તેના હેઠળ જમીન અતિક્રમણ કરવા પર દંડની જોગવાઈ છે. જો કોઈ વ્યક્તિ દોષિત માનવામા આવે છે, તો તેના પર દંડ અને 3 મહિનાની સજા થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ તમારી સંપત્તિ કે મિલકત પર ગેરકાયદે કબજો કરે છે, તો તમે આ કાયદાની મદદથી અદાલતમાં પડકાર ફેંકી શકો છો.

ગેરકાયદેસર કબજો વિશે ફરિયાદ કેવી રીતે કરવી- જો તમારી સંપત્તિ કે જમીન પર કોઈ ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે, તો સૌથી પહેલા અધિકારીઓની સમક્ષ ફરિયાદ નોંધાવો. પછી જમીન કે પ્રોપર્ટી પર ગેરકાયદે કબજાની સ્થિતિમાં જમીન માલિક અતિક્રમણકારીઓની વિરુદ્ધ ઓર્ડર 39, નિયમ 1 અને 2 હેઠળ કેસ નોંધી શકે છે. કોર્ટમાં અરજી દાખલ કર્યા બાદ ન્યાયતંત્ર અતિક્રમણ પર રોક લગાવી શકે છે. ન્યાયતંત્ર અતિક્રમણ સંબંધિત કાયદાના અનુસાર વળતરની ચુકવણીનો આદેશ પણ આપી શકે છે. વળતરની રકમની ગણતરી જમીનની વર્તમાન કિંમત અને જમીન માલિકને થયેલા નુકસાનના આધારે કરવામાં આવે છે.

જમીન અતિક્રમણની સમસ્યા ઉકેલવાની 2 રીતો છે. પહેલી આ મામલે પરસ્પર સહેમતિથી અને બીજું કાયદાનો સહારો લઈને તેને નિપટાવી શકાય છે. આમાં મધ્યસ્થા, જમીનનું વિભાજન, સંપત્તિ વેચવી અને ભાડા પર આપવી જેવી વિકલ્પ છે. જ્યારે જો તમે જમીન અતિક્રમણની વિરુદ્ધ કોર્ટ જવાની તૈયારી કરો છો, તો તમારી પાસે અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો સાથે ટાઇટલ ડીડ અને ખરીદી કરાર હોવો આવશ્યક છે.

  • લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

    લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!