રાજકોટ: વાંકાનેરના હસનપરમાં રહેતી ઉર્મિલા વિક્રમભાઇ શીલાડીયા (ઉ.વ.૧૭) એ ગત તા. ૧૦ ના રોજ ઝેરી દવા પી લેતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ ગત રાતે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો…
બનાવની જાણ હોસ્પિટલ મારફત ગાંધીગ્રામ પોલીસને થતાં એએસઆઇ સોનલબેને જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર ઉર્મિલાએ બાર ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તે ચાર બહેન અને એક ભાઇમાં ત્રીજી હતી. તેના પિતા ખેત મજૂરી કરે છે. ઉર્મિલાને માથાનો સતત દુઃખાવો રહેતો હોઇ કંટાળી જઇ આ પગલુ ભરી લીધાનું સ્વજને જણાવ્યું હતું…