વાંકાનેર: તાલુકાના હસનપર ગામના પાધરમાં આવેલ હઝરત મીરાં સૈયદ અલીના દાતારબાપુના ચિલ્લે પહેલા ચાંદે ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હિન્દૂ- મુસ્લિમ શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી.
ઊંઝા પાસે આવેલ ઉનાવા ગામે હઝરત મીરાં સૈયદ અલી દાતરબાપુની દરગાહ શરીફ આવેલી છે. જ્યાં સફર મહિનાના પહેલા ચાંદે દર વર્ષે ઉર્ષ ઉજવવામાં આવે છે. જેથી હસનપર ખાતે પણ દર વર્ષે ઉજવણી થાય છે. અહીં દરરોજ અસર અને મગરીબના સમય વચ્ચે લોબાન- નૌબત થાય છે અને લોકો ફૈઝ હાંસિલ કરે છે.
ઉર્ષની ઉજવણી પ્રસંગે તકરીર, નાત શરીફ અને ન્યાઝ કરવામાં આવી હતી, જેનો બહોળી સંખ્યામાં અકીદતમંદોએ લાભ લીધો હતો. સ્થાનિક લોકો તરફથી પણ સારો સહકાર મળ્યો હતો. સિકંદરભાઈ દાઉદભાઈ માકવાણી, રહીમભાઈ કાસમભાઈ માકવાણી, જુસબભાઈ જુમાભાઈ જુણેજા, રફીકભાઇ જુસબભાઈ જુણેજા, અબ્દુલભાઇ શેરમહંમદ કાજી વગેરેએ ઉર્ષની ઉજવણીની વ્યવસ્થામાં હિસ્સો લીધો હતો.