વાંકાનેરના હસનપર ખાતે રહેતા એક યુવાનને મોરબીમાં અકસ્માતમાં ઇજા થયાનું જાણવા મળે છે.
બનાવની વિગત પ્રમાણે હસનપરના મહેશભાઈ લાલજીભાઈ અઘારા કોળી (23) મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે રવિરાજ ચોકડી નજીક હતો
ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી. આથી તેમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા.