સ્પી ડ બ્રેકરના કારણે અકસ્માત
વાંકાનેર: તાલુકાના હસનપર ખાતે રહેતા માતા-પુત્રી બાઇકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આવેલ સ્પીડ બ્રેકરના કારણે તેઓ બાઈકમાંથી પડી જતાં બંનેને સારવાર માટે જેતપુર સામુહિક કેન્દ્ર ખાતે લઈ ગયા હતા.




જાણવા મળ્યા મુજબ વાંકાનેરના હસનપર ખાતે રહેતા મુક્તાબેન રાજેશભાઈ (ઉ.42) અને તેની દીકરી નેન્સી રાજેશભાઈ (ઉ.11) બંને બાઇકમાં બેસીને માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આવેલ સ્પીડ બ્રેકરના કારણે તેઓ બાઈકમાંથી પડી જતાં માતા અને પુત્રીને સારવાર માટે જેતપુર સામુહિક કેન્દ્ર ખાતે લઈ ગયા હતા…
