કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હસનપરના સાબુ ચોરને પોલીસે પકડી પાડયા

સ્કૂલ બસના ચાલક સામે ગુન્હો દાખલ: પોલીસ સ્ટેશનેથી

વાંકાનેર: વાંકાનેર થાન રોડ પર નવા બનેલા કોમ્પ્લેક્સમાં બંધ દુકાનની દીવાલમાં બાકોરું પાડીને અંદર રહેલો 1000 કિલો સાબુની તેમજ વજન કાંટાની ચોરી કરનારને વાંકાનેર શહેર પોલીસે ઝડપી પાડી છે

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 10-11-2023

વાંકાનેર શહેર પોલીસ થાણામાંથી મળેલી માહિતી મુજબ વાંકાનેરના થાન રોડ ઉપર જાલી ગામના બસ સ્ટેન્ડ નજીક નવા કોમ્પલેક્ષમાં સુરેશભાઈ કાળુભાઇ રાઠોડનું સાબુનું ગોડાઉનમાંથી સાબુ ચોર (૧) વિરમભાઈ ઉર્ફે વિજયભાઈ ગાંડુભાઈ ટોટા જાતે-ભરવાડ ઉવ.૩૭ ધંધો-રીક્ષા ડ્રાઈવીંગ રહે.હશનપર શેરી નં-૦૧ અને (૨) સરવન ઉર્ફે સોનુ કરશનભાઈ રાઠોડ જાતે-મલ ઉવ.૨૦ ધંધો-વેપાર રહે.શકિતપરા (હશનપર) તા.વાંકાનેર જી.મોરબી

આ બન્ને આરોપીને પકડી લઈને તેમની પાસેથી મુદ્દામાલ (૧) પીળો સાબુ ભરેલ પ્લાસ્ટીકની કોથળીઓ જેનો વજન ૧૦૦૦/- કીલો કી.રૂ.૧૮૮૮૦/- (૨) એક ઈલેક્ટ્રીક વજન કાંટો કી.રૂ.૧૬૦૦૦/- (3) એક CNG રીક્ષા જેના રજી.નંબર-GJ-03-BT-5209 કી.રૂ.૧૦૦,૦૦૦/- કબજે લીધેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર પી.ડી.સોલંકી તથા પો.સબ.ઈન્સ ડી.વી.કાનાણી તથા એ.એસ.આઈ ભુપતસિંહ પરમાર તથા પો.હેડ.કોન્સ યશપાલસિંહ પરમાર તથા હરપાલસિંહ પરમાર તથા હરદીપસિંહ ઝાલા તથા પો.કોન્સ જનકભાઈ ચાવડા તથા દર્શિતભાઈ વ્યાસ તથા ધર્મરાજભાઈ ગઢવી તથા છનાભાઈ રોજાસરા તથા જયદીપસિંહ રાઠોડ તથા દિનેશભાઈ સોલંકી જોડાયેલ હતા.

પોલીસ સ્ટેશનેથી

સ્કૂલ બસના ચાલક સામે ગુન્હો દાખલ:
કોટડા નાયાણીના રહીશ અર્જુનસિન્હ કાનભા જાડેજા કે જે જ્ઞાનગંગા સ્કૂલની બસ ચલાવે છે, જે બસની હડફેટે તીથવાની ચાર વર્ષની સાનિયા નામની બાળકીને લઇ લેવાની બનેલી ઘટના બાબતે ઈમ્તિયાઝ દિલાવરભાઈ શાહમદારે ફરિયાદ કરતા આગળની કાયદેસરની કાર્યવાહી પોલીસખાતાએ શરુ કરી છે.

કેફી પ્રવાહી પી ને કાર ચલાવતા પકડાયા:
વાંકાનેરના મહીકા પાસે હાઇવે પર સરોડી (થાન)ના ભરત ધનજીભાઈ મેટાળીયાને ઇકો કાર નં GJ-3-ML-1552 કેફી પ્રવાહી પી ને સર્પાકારે ચલાવતા પોલીસ ખાતાએ કાર સહિત આરોપીની ધરપકડ કરેલ છે, તેવીજ રીતે બીજા આરોપીને પણ વાંકાનેરના મહીકા પાસે હાઇવે પર સરોડી (થાન)ના અજય ઉર્ફે અજુ જેમાભાઈ રોજાસરાને પણ કેફી પ્રવાહી પી ને સર્પાકારે ચલાવતા પોલીસ ખાતાએ કાર સહિત આરોપીની ધરપકડ કરેલ છે.
દારૂ સાથે:
(1) ચંદ્રપુર અલંકાર નાલા પાસેથી મરિયમબેન હબીબભાઇ વિકીયાણીને 20 કોથળી સાથે (2) માટેલ એડીકોન સિરામીક પાસે ઝૂંપડામાં રહેતા વસંતબેન રમેશભાઈ સાડમિયાને 52 કોથળી સાથે અને (3) શીતળાધાર માટેલ ખાતે રહેતા લાલજી સવજીભાઈ સરાણિયાને 64 કોથળી દેશી દારૂ સાથે પકડયા છે.
પીધેલ:
(1) આરોગ્યનગર બટુક હનુમાનના મંદિર પાસે રહેતા કલ્પેશકુમાર નરભેરામ નિમાવત (2) જીનપરા શેરી નં 12 માં રહેતા નિલેશ ગીરીશભાઈ વીંઝવાડિયા અને (3) નવાપરા વાસુકીદાદાના મંદિર પાસેથી સુરેશ બાબુભાઇ ધામેચા પીધેલ પકડાયા છે.
ટ્રાફિક અંગેનો ગુન્હો:
સીટી સ્ટેશન પર રહેતા ફિરોજ મુસાભાઇ માજોઠી સામે ટ્રાફિકના નિયમના ભંગ સબબ કાર્યવાહી.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!