ગુજરાતી ભાષાના નવતર પ્રયોગો માટે સન્માન
વાંકાનેર: ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪ વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંલગ્ન માતૃભાષા અભિયાન દ્વારા માતૃભાષા ગુજરાતીના વિકાસ માટે નવતર પ્રયોગ કરનાર ગુજરાતના ત્રણ શિક્ષકોનું શિલ્ડ,પ્રમાણપત્ર અને 11,000 રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું…
જેમાં વાંકાનેર તાલુકાની હસનપર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક પાંચોટીયા જીતેન્દ્ર ઓધવજીભાઈની ગુજરાતી ભાષાના ડિજિટલ ટાઇલ્સ દ્વારા આનંદદાયી શિક્ષણ, ગુજરાતી વાંચન માળા, ગુજરાતીની રમતો પુસ્તક , મારું કાર્ડ મારી ઓળખ અને ગુજરાતીમાં એકાગ્રતા વધારતી રમતો વગેરે નવતર પ્રયોગો માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. આ સન્માન ગુજરાત વિદ્યાપીઠમાં કેળવણી પરિષદના અધ્યક્ષ મનસુખભાઈ સલ્લા અને લેખક યશવંત મહેતા દ્વારા કરવામાં આવ્યું. ગુજરાત વિદ્યાપીઠ ખાતે આ કાર્યક્રમમાં મનસુખભાઈ સલ્લા, સૃષ્ટિ સંસ્થાના સેક્રેટરી ચેતનભાઈ પટેલ, જાણીતા ભાષા વિજ્ઞાની ડૉ. પિન્કીબેન પંડ્યા, શિક્ષણ વિદ્યાશાખાના અધ્યક્ષ પ્રો. દીપુબા દેવડાએ હાજરી આપી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું…
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો