વર્લીફીચર અને ઈંગ્લીશ દારૂની બોટલના ગુન્હા
વાંકાનેર: મોરબીના માઈન સુપરવાઇઝર જે.એમ.કરમુર તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામ પાસેથી વાહન નંબર જીજે 36 વી 3819 ને અટકાવવામાં આવ્યુ હતુ અને તે વાહનના ચાલક

કાનજી ઘોઘાભાઇ ટોટા રહે. હસનપર તા.વાંકાનેર વાળાની પાસે તેના વાહનમાં ભરવામાં આવેલ 32 મેટ્રિક ટન ફાયર કલે બાબતે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા, જે તેની પાસે ન હોય હાલ દંડ વસૂલવાની કાર્યવાહી અર્થે તે વાહન પણ જપ્ત કરીને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું.
વર્લીફીચરના આંકડા લખતા પકડાયો

વાંકાનેર: મિલ પ્લોટ ચોકમાંથી મીલકોલોની રેલ્વે સ્ટેશન રોડ વાળા આરોપી ક્રિપાલસિહ બાબુભા જાડેજા (ઉ.વ. 38) ને નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા પોલીસ ખાતાએ પકડેલ છે અને રોકડા રૂ.૧૦૬૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરી જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે.
ઈંગ્લીશ દારૂની એક બોટલ મળી આવી

વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી મોરબી સીરામીક સીટીમાં રહેતા ગોરધનભાઈ પભાભાઈ બાવળીયા (ઉ.વ. 32) પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧ કી.રૂ.૩૭૫/- મળી આવતા પ્રોહી.એકટ કલમ-૬૫એ, ૧૧૬બી મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.
