વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક સમા હઝરત સુફી સંત પીર સૈયદ મેરૂમીયા બાવાના ઉર્ષની દર વર્ષે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ આગામી મંગળવારના રોજ 101 માં ઉર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, જે નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે…
હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબના વિશાલ બાદ તેમના ચહેલુમ અને સજ્જદાનશીન અલ્હાજ પીર સૈયદ શાઇરએહમદ બાવાના મસ્નદશનીન, દસ્તારબંધીની રસમ તથા ઝરત પીર સૈયદ મીરૂમીયા બાવાના ઉર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, જેના કાર્યક્રમો નીચે મુજબ રહેશે….