સવારે 10:00 કલાકે જુલુસ
વાંકાનેર શહેરના શહેનશાહ હજરત મલંગ મહંમદ શાહ બાવાનો ઉર્ષ મુબારક દર વર્ષની જેમ આ વર્ષે પણ રમજાન ઈદના બીજા દિવસે વાસી ઈદે વર્ષોથી ઉજવવામાં આવે છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 1 એપ્રિલને મંગળવારે (આજે) ઉર્ષ મુબારક યોજાશે.
જેમાં સવારે 10:00 કલાકે જુલુસ શરીફ હજરત જોરાવરશાપીરની દરગાહ શરીફ રસાલા રોડથી શરૂ થશે અને મુખ્ય બજાર, ગ્રીન ચોક, ચાવડી ચોક, માર્કેટ ચોક થઈ પ્રતાપ રોડથી સીધું જુલુસ રામ ચોકમાં વાંકાનેરના શહેનશાહ હજરત મલંગ મોહમ્મદ શાહ બાવાની દરગાહ શરીફએ પહોંચશે. શાહ બાવા ટ્રસ્ટના ચેરમેન મામલતદાર સાનિયા તેમજ નાયબ કલેકટર સાકરીયા, વાંકાનેરના યુવા એડવોકેટ શકીલ અહેમદ પીરઝાદા તથા
શાહ બાવા ટ્રસ્ટના સભ્ય ડાયરેક્ટર મહમદભાઈ રાઠોડ, હનીફભાઈ પરમાર, બસીરમિયા કાદરી, હબીબભાઈ કડીવાર, જલાલભાઈ તેમજ હુસેનભાઈ બાદી આ પ્રસંગે ખાસ હાજર રહી શાહબાવાની દરગાહ શરીફને રોજા મુબારકને ચાદર ચઢાવશે. ત્યારબાદ પ્રસાદનો લાભ સર્વે હિન્દુ- મુસ્લિમો લેશે. ત્યારબાદ રાત્રે 9:00 વાગે શાહ બાવાના રોજા મુબારક સંદલ મુબારક ચઢાવવામાં આવશે. જે પ્રસંગે પીર સૈયદ સાહેબ વાંકાનેરના શહેનશાહ હજરત મલંગ મોહમ્મદ શાહબાવાનો ઉર્ષ મુબારક ધામધૂમથી કોમી એકતાના પ્રતીક રૂપે ઉજવાશે…