કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

લાઉડસ્પીકરથી અઝાન પર પ્રતિબંધની માગ HCએ ફગાવી

મંદિરોમાં પણ આરતી કરવામાં આવે છે, શું આનાથી ધ્વનિ પ્રદૂષણ નથી થતું? અઝાન પર પ્રતિબંધ અંગે હાઈકોર્ટની ટિપ્પણી

અઝાનના કારણે ધ્વનિ પ્રદૂષણની બાબત માનવાનો પણ ઇન્કાર

અમદાવાદ: હાઇકોર્ટે મસ્જિદો પર લાઉડસ્પીકરથી અઝાનને લીલીઝંડી આપી હતી. હાઇકોર્ટે અરજદાર પક્ષની મસ્જિદો પર અઝાન માટે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવાની માંગણી ગ્રાહ્ય રાખી ન હતી.

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે

હાઇકોર્ટે આ જાહેરહિતની રિટ અરજીમાં કોઇપણ પ્રકારની દરમ્યાનગીરી કરવાનો સાફ્ ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે જણાવ્યું હતુ કે, આ સમગ્ર મામલે રાજય સરકારના સત્તાવાળાઓ સમક્ષ જાઓ, તેઓને યોગ્ય લાગશે તો બંધ કરાવશે. જો કે, અરજદારપક્ષ તરફ્થી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું કે, તેઓએ પોલીસ સહિત સરકારના સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ વારંવાર રજૂઆત અને ફરિયાદ કરી છે પરંતુ કોઇ પગલાં લેવાયા નથી, તેથી તેમણે હાઇકોર્ટમાં પીઆઇએલ કરી છે. જો કે, હાઇકોર્ટે તે ગ્રાહ્ય રાખવાનો ઇન્કારત કરતાં જણાવ્યું કે, આ મામલામાં અદાલતની દખલગીરી ન્યાયોચિત જણાતી નથી. વળી, અરજદાર પક્ષ દ્વારા મસ્જિદો પર અઝાન માટે સીમિત સમય માટે લાઉડ સ્પીકર વગાડવાની બાબતના કારણે ધ્વનિ પ્રદૂષણનો વિષય અરજદારપક્ષ યોગ્ય રીતે પુરવાર કરી શકયા નથી. હાઇકોર્ટે દસ મિનિટ કે તેથી ઓછા સમય માટે લાઉડ સ્પીકર પર થતી અઝાનના કારણે ધ્વનિ પ્રદૂષણની બાબત માનવાનો પણ ઇન્કાર કર્યો હતો. અરજદાર દ્વારા મસ્જિદો પર લાઉડસ્પીકર મારફ્તે અઝાનના કારણે ધ્વનિ પ્રદૂષણ અને ભારે અડચણ ઉભી થતા હોવાના મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!