વાંકાનેર : વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં મિત્રતાના દાવે રૂપિયા 200 ઉછીના આપનાર મિત્રએ 200 રૂપિયા પરત માંગતા આરોપી મિત્રએ મિત્રને ઇટના ઘા ઝીકી હાથ ભાંગી નાખતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે…
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતા ફરિયાદી રમેશભાઈ હરજીભાઈ પટેલે આરોપી વિજય સોમાભાઇ બાવળિયાને મિત્રતાના દાવે રૂપિયા 200 ઉછીના આપ્યા હોય જે પરત માંગતા આરોપી વિજયને સારું નહિ લાગતા
ઉશ્કેરાઈ જઈ રમેશભાઈને ગાળો આપી ઇટના ટુકડાનો ઘા મારી હાથમાં ફ્રેક્ચર કરી નાખવાની સાથે મૂંઢ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે…