જાનથી મારી નાખવાની ધમકી આપી
વાંકાનેર: મીલ સોસાયટી રહેતા એક રીક્ષા ચાલકને પોતે ચાર મહિના પહેલા પ્રેમલગ્ન કરેલ હોઈ તે છોકરીના પિતા અને કાકાને સારું નહીં લગતા રીક્ષાનો કાચ તોડી ધમકી આપ્યાની ફરિયાદ કરી છે.
ફરિયાદમાં અલ્ફાઝભાઈ ઉર્ફે આદિલભાઈ અલારખાભાઈ વડાવરીયા જાતે. ધાચી મુસ્લીમ (ઉ.વ.૨૩) ધંધો. રીક્ષા ડ્રાઇવીંગ રહે. મીપ્લોટ ડબલચાલી વાંકાનેરવાળાએ લખાવેલ છે કે તેઓ તેમના માતા તથા પત્નિ સાથે રહે છે અને રીક્ષા નં-જીજે-૩૬-ન્યુ-૯૩૭૯ ડ્રાઈવીંગ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. આજથી ચાર મહિના પહેલા ફિઝાબેન નુરમામદભાઈ હાલા રહે. મીલ સોસાયટી વાંકાનેર વાળી સાથે પ્રેમ લગ્ન કરેલ છે.
ફરિયાદી તા.૨૬/૧૦/૨૦૨૩ ના રોજ બપોરના સાડા બારેક વાગ્યાના સુમારે રીક્ષા લઇને મીલપ્લોટથી રેલ્વે સ્ટેશન તરફ જતો હતો ત્યારે ગેબી પાન પાસે પહોંચતા ત્યા જેનુલભાઈ અનિલભાઈ હાલા રહે. મીલ સોસાયટી વાંકાનેરવાળા રીક્ષાની આગળ આવી અને કાંઈ બોલ્યા વગર રીક્ષાના આગળના કાચ ઉપર એક ધોકો મારી કાચ તોડી નાખેલ. તેઓ ત્યાથી રીક્ષા લઇ નીકળી ગયેલ, તો પાછળથી ગાળુ બોલતા હતા
ત્યાર પછી તેમના મોબાઈલ પરથી ફોન આવેલ જેમા નુરમાદભાઈ સલીમભાઈ હાલા રહે. મીલ સોસાયટી વાંકાનેરવાળા બોલતા હતા અને ફોનમા ધમકી આપેલ કે તુ જયા હશે ત્યા આવીને તને જાનથી મારી નાખવો છે અને ગાળુ દેવા લાગેલ જેથી ફોન કાપી નાખેલ. પોલીસે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.
:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો
આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો
અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો