લગ્ન પછી પણ અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ મામલે પત્નીએ ઠપકો આપેલો
વાંકાનેર: તાલુકાના સિંધાવદરના ગાત્રાળનગરમાં રહેતા યુવાનના લગ્ન થઈ ગયા હોવા છતાં અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ પત્નીને થઈ જતા પ્રેમસંબંધ મામલે પતિને ઠપકો આપતા પતિએ એસિડ ગટગટાવી લેતા મૃત્યુ નીપજ્યું હતું.


જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે ગાત્રાળનગરમાં રહેતા મનીષભાઈ ભરતભાઈ ચાવડાને અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ તેમના પત્ની રીંકલબેનને થતા રીંકલબેને આ બાબતે પતિને ઠપકો આપતા પતિ મનીષભાઈએ એસિડ પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…
