વાંકાનેર : તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ એક કારખાનાના કમ્પાઉન્ડમા પીપળના ઝાડ સાથે દોરી બાંધી યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે…





જાણવા મળ્યા મુજબ સરતાનપર ગામની સીમમાં આવેલ વોરોલી પ્લાસ્ટ કારખાનાના કમ્પાઉન્ડમા પીપળના ઝાડ સાથે દોરી બાંધી મૂળ ઓરિસ્સાના વતની ગૌતમ નિરંજનભાઈ બીસ્વાલ ઉ.26 નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે….
