કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કાજુના ધંધામાં રોકાણ કરાવી છ લાખ ઓળવી ગયો

કાજુના ધંધામાં રોકાણ કરાવી છ લાખ ઓળવી ગયો

નવા કણકોટના યુવાન સાથે છેતરપિંડી

યુવાન વાંકાનેર કરિયાણાની દુકાનમાં નોકરી કરે છે

વાંકાનેર: તાલુકાના નવા કણકોટ ગામે રહેતા અને જુની દાણાપીઠ રોડ પર આવેલ કરિયાણાની દુકાનમાં પ્રાઈવેટ નોકરી કરતા યુવાનને વિશ્વાસમાં લઈ રાજકોટના એક શખ્સે કાજુના ધંધામાં કુલ રૂપીયા છ લાખનું રોકાણ પેઢીમાં કરાવી નફો આપવાની લાલચ આપી યુવાન આજદીન સુધી પરત ન આપી ઓળવી જઈ વિશ્વાસઘાત કરવાનો ગુનો નોંધાયો છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના નવા કણકોટ ગામે રહેતા અને જુની દાણાપીઠ રોડ પર સંજરી ટ્રેડર્સમાં પ્રાઈવેટ નોકરી કરતા અયુબભાઈ ઈસ્માઈલભાઈ શેરસીયા (ઉં.વ.૩૨) એ ફરીયાદમાં લખાવેલ છે કે સબીરહુશેન મહમદભાઈ કાસમાણી રહે. ન્યુ ઘાચીવાડ

રાજકોટ વાળા સાથે વેપારીક સંબંધો મજબુત થયેલ હતા અને સબીરભાઈએ મને કહેલ કે ‘અમદાવાદની એક પાર્ટી પાસે આશરે ચાલીસેક લાખનો ૫૫૦ ડબ્બા કાજુનો નીચા ભાવ વાળો પુરા લોટનો માલ છે અને ઉંચા ભાવે વેચાય તેમ છે, લોટ લેવા દશેક લાખ રૂપીયા ઘટે છે

તમારે પંદર/વીસ દિવસ માટે રોકાણ કરવુ હોય રૂપીયા આપો તેમાથી જે નફો મળશે તે નફામાંથી તમને વળતર આપીશું’ મેં રોકાણ કરવા સારૂ વિશ્વાસ કરી તા. ૧૫/૦૬/૨૦૨૫ ના મોબાઈલના ઓનલાઈન બેન્કીંગ એપ મારફતે આ ફાઈવસ્ટાર ડ્રાયફ્રુટના એયુ સ્મોલ ફાઈનાન્સ બેંકમાં ૧,૦૦,૦૦૦/- (એક લાખ) રૂપીયા આર.ટી.જી,એસ, થી ટ્રાન્સફર કરેલ બાદ તા. ૧૬/૦૬/૨૦૨૫ ના રોજ ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) રૂપીયા તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ હતા,

પંદર દિવસનો સમય પુર્ણ થતા આપેલ રકમ પરત માંગતા થોડા દિવસમાં આપી દેવાની વાત કરેલ હતી બાદ તા. ૧૮/૦૭/૨૦૨૫ થી આજદીન સુધી આ સબીરભાઈનો ફોન બંધ આવે છે અને રૂપીયા ૬,૦૦,૦૦૦/- (છ લાખ) લઈને ઓળવી ગયેલ છે પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ ની કલમ ૩૧૬(૨) મુજબ નોંધી આગળની તપાસ વાંકાનેર સીટી પોલીસ સબ ઇન્સ. વી.કે.મહેશ્વરી ચલાવી રહ્યા છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!