પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ચોકડી નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બાઇક લઈને જતાં
મૂળ યુપીના યુવાનને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા ગંભીરપણે ઘવાયેલા યુવાનને ૧૦૮ વડે મોરબીની સિવિલમાં અને બાદમાં રાજકોટ ખસેડાયો હતો.જ્યાં રાજકોટ ખાતે ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
ઉપરોક્ત અકસ્માત બનાવ અંગે વધુમાં મળતી માહિતી પ્રમાણે વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ચોકડી ગોકુલનગર નજીક આવેલ તુલસી પેટ્રોલ પંપની સામેના ભાગે તા.૧૩-૩ ના મોડી સાંજના આઠેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.
જે બનાવમાં બાઈક લઈને જઈ રહેલા શૈલેન્દ્રકુમાર માધવપ્રસાદ શાહુ (૩૦) મૂળ રહે. મીરજાપુર ઉત્તરપ્રદેશ હાલ રહે. શેરોન સીરામીક નીલકંઠ ઇન્ડસ્ટ્રીઝ જુના જાંબુડીયા વાળાને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લીધો હતો જેથી ગંભીરપણે ઘવાયેલી હાલતમાં શૈલેન્દ્રકુમાર શાહુ નામના યુવાનને ૧૦૮ વડે સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને
મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તે યુવનનું મોત નીપજયું છે
વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક શૈલેન્દ્રકુમાર શાહુ અહીં સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતો હતો અને તેના પત્ની સાથે અહીં રહેતો હતો દરમિયાનમાં તેના પત્નીની દવા લેવા માટે તે બાઈક લઈને નીકળ્યો હતો અને
તે સરતાનપર ચોકડી નજીક પહોંચ્યો ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેને હડફેટે લીધો હતો જે બનાવમાં તેને ગંભીર ઇજા થતા મોરબી બાદ વધુ સારવારમાં રાજકોટ ખસેડાયો હતો અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન રાજકોટ ખાતે તેનું મોત નીપજયું હતું…
પોલીસ સ્ટેશનેથી
દારૂ સાથે:
(1) મિલ પ્લોટના લાભુબેન બાબુભાઇ ઉર્ફે બાલાભાઈ ડાભી (2) માટેલ સીમ અરમાનો સીરામીક પાસે રહેતા નીરુબેન જકશીભાઈ સાડમિયા પાસેથી દેશી દારૂ કબ્જે
પીધેલ:
(1) વઘાસિયાના ચરણરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા (2) આરોગ્યનગર બસ સરેન્ડ પાસે રહેતા કિરીટ અંબારામ સરવૈયા (3) લક્ષ્મીપર શેરી નં 3 માં રહેતા ઈરફાન નુરમામદ મકવાણા પીધેલ પકડાયા છે
ટ્રાફિક નિયમના ભંગ:
(1) અમરસરના બસીર હનીફભાઇ બ્લોચ (2) દીવાનપરા ઇમરાનભાઈના મકાનમાં ભાડેથી રહેતા સલમાન મહેબુબભાઇ શાહમદાર (3) મિલ પ્લોટના હરેશ શામજીભાઈ સારદીયા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી