કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સમાધાન કરવાની ના પડતાં ધારિયા-ધોકાથી માર માર્યો

વાંકાનેર વાળાની સામે ફરિયાદ

વાંકાનેર: મળેલ માહિતી મુજબ મોરબીમાં બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં મચ્છુનગર ખાતે રહેતા ભીખાભાઈ સોમાભાઈ સિંધવ જાતે સરાણીયા (60)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુલમામદ દરીયાખાન ચૌહાણ, દેવાભાઈ ગુલમામદ ચૌહાણ, કમાભાઈ ગુલમામદ ચૌહાણ, જીગો ગુલમામદ ચૌહાણ, અમીત ગુલમામદ ચૌહાણ અને ટીકુ કમાભાઈ ચૌહાણ રહે. બધા ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ ટંકારાની ખીજડીયા ચોકડી પાસે હતા ત્યારે તેના દીકરા બાબુભાઈએ તેના બનેવી નવઘણભાઈ કિશોરભાઈ પરમાર રહે. વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જે બાબતે ગુલમામદ દરીયાખાન ચૌહાણ દ્વારા ફરિયાદી પાસે આવીને તેના દીકરા બાબુભાઈને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે અને સમાધાન કરી લેવા માટે તેને દબાણ કરવામાં આવતું હતું ત્યારે ફરિયાદીએ સમાધાન કરવાની ના પાડી દીધી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા ગુલમામદ ચૌહાણ દ્વારા ફરિયાદી વૃદ્ધને ગાળો આપીને લાકડીના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો તેમજ દેવાભાઈ ચૌહાણએ ફરિયાદીને માથાના ભાગે ધારિયાનો ઘા માર્યો હતો અને અન્ય આરોપીઓએ લાકડાના ધોકા વડે શરીરે આડેધડ માર્યો હતો…

ત્યારબાદ ભોગ બનેલા વૃદ્ધનું બાઈક ટંકારાની ખીજડીયા ચોકડી પાસે પડયું હોય તે લેવા માટે ભાવેશભાઈ રમેશભાઈ ગયા હતા ત્યારે તેને જીગો ચૌહાણ અને અમિત ચૌહાણ નામના બે શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો અને માથામાં ઈજા કરી હતી જેથી કરીને ફરિયાદી તથા ભાવેશભાઈને માથાના ભાગે ઇજા થયેલ હોય તે બંનેને માથાના ભાગે ટાંકા આવ્યા હતા અને બંને ભોગ બનેલા વ્યક્તિઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!