રાજાવડલાના બે ભરવાડ શખ્સોનો ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો
વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે રહેતો એક યુવાન ગામની સીમમાં આવેલ આરોપીની વાડીએ બપોરે લાકડા કાપી પાણી પીવા માટે જતા આ બાબતનું સારૂ નહી લાગતાં આરોપીએ યુવાન પર કુહાડી વડે હુમલો કરી માર મારી ફરિયાદીને ઇજાગ્રસ્ત કરતા આ બાબતે વાંકાનેર સીટી પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે રહેતા ફરિયાદી લાખાભાઇ સામતભાઇ ગમારા નામનો યુવાન ગઇકાલે બપોરના સમયે રાજાવડલા ગામની નારીયેળધાર સીમમાં લાકડા કાપવા માટે ગયેલ હોય, ત્યારે ત્યાં આવેલ આરોપી ગાંડુભાઇ દેવશીભાઇ ગમારા (રહે. નવા રાજાવડલા)ની વાડી ખાતે પાણી પીવા માટે જતા આ બાબતનું સારૂં નહી લાગતાં આરોપીએ ગાળો આપી યુવાન પર કુહાડી વડે હુમલો કરી ડાબા હાથે કોણીથી નીચેના ભાગે ઇજાઓ પહોંચાડી હતી, જેથી યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જે બાદ યુવાને આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી…..