ઢુવા ચોકડીએ મારામારીના બનાવમાં ઈજા
વાંકાનેર: બાઉંટ્રી તરફથી એક મોટર સાયકલનો ચાલક ટાંકી ઉપર એક થેલો રાખી પ્લાસ્ટિકના બુંગીયામાં ભરેલ દેશી દારૂ સાથે પકડાયો છે બીજા બનાવમાં ઢુવા ચોકડીએ મારામારીના બનાવમાં યુવાનને ઇજા થઇ હતી
જાણવા મળ્યા મુજબ ચોટીલા તાલુકના અકાળા ગામના અજય સવસીભાઇ સાઢમિયા પરમીટ કે આધાર વગ૨ પોતાના હવાલાવાળા હોન્ડા કંપનીના સાઈન મોટર સાયકલ રજી નંબર GJ-૦૩-LQ-7820 કી.રૂ. ૩૦,૦૦૦/- વાળામાં દેશી દારૂ લીટર ૩૦ કી.રૂ.૬,૦૦૦/-નો વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરી કુલ રૂપીયા ૩૬,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા ગુન્હો પ્રોહી.એક્ટ કલમ ૬૫(ઇ), ૯૮(૨) મુજબ નોંધાયો છે. કાર્યવાહી વાંકાનેર તાલુકા પો. સ્ટે.ના આર્મ પો.કોન્સ શકતિસિંહ દીલીપસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી…
ઢુવા ચોકડીએ મારામારીના બનાવમાં ઈજા
વાંકાનેર તાલુકાના ઢુવા ગામે રહેતા મહમદભાઈ સાહિલભાઈ નામના ૪૦ વર્ષના યુવાનને ઢુવા ચોકડીએ મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે મોરબી સિવિલે ખસેડાયો હતો.
