લીંબડી પાસે તબિયત લથડી હતી
સીરામીક કારખાનામાં મજૂરી કરતા હતા
મૃતક મિત્રો સાથે અમદાવાદ ફરીને આવતા હતા
રાજકોટ: ચાલુ કારે હાર્ટ એટેક આવતા વાંકાનેરના યુવાનનું મોત નીપજ્યું હતું. તેઓ મિત્રો સાથે અમદાવાદ ફરીને આવતા હતા ત્યારે લીંબડી પાસે તબિયત લથડી હતી.

મળેલ માહિતી મુજબ, વાંકાનેર આંબેડકરનગર શેરી નંબર 3 માં રહેતા ભવાન રઘુભાઇ સારેસા (ઉંમર વર્ષ 34) ગઈકાલે રાત્રે 2 વાગ્યાં આસપાસ પોતે અમદાવાદથી વાંકાનેર પોતાના ઘરે કારમાં જતા હતા ત્યારે લીંબડી પાસે પહોંચતા અચાનક છાતીમાં દુ:ખતા પ્રથમ લીંબડી સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઇ જતા બેભાન હાલતમાં તેમનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ જણાવ્યું છે કે, ભવાનભાઈ મિત્રો સાથે કારમાં ફરવા ગયા હતા.


ફરીને નડિયાદથી અમદાવાદ આવ્યા ત્યાંથી પરત વાંકાનેર આવતા હતા, ત્યારે લીંબડી પાસે તબિયત લથડી હતી. ભવાનભાઈ અપરણિત હતા. 3 ભાઈ અને 3 બહેન નાના હતા. તેઓ સીરામીક કારખાનામાં મજૂરી કરતા હતા. યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો હતો…