ડાક વગાડતા ગુંદાખડામાં બનેલા બનાવમાં રાજકોટના યુવાનનું અકાળે મૃત્યુ
વાંકાનેર : સમગ્ર રાજ્યમાં હાર્ટએટેક હાહાકાર મચાવી રહ્યો છે અને ખાસ કરીને નાની વયનો યુવાવર્ગ હાર્ટએટેકનો શિકાર બની રહ્યો છે ત્યારે આવા જ એક કિસ્સામા વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે માતાજીના માંડવામાં ડાક વગાડવા આવેલા રાજકોટના યુવાનને હાર્ટએટેક આવી જતા મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે ગઈકાલે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટના ભાવનગર રોડ ઉપર થોરાળા પોલીસ સ્ટેશન પાસે રહેતા ગોપાલભાઈ કરમશીભાઇ મેવાડા ઉ.38 નામનો યુવાન ડાક વગાડવા માટે ગુંદાખડા ગામે આવ્યો હતો અને માતાજીના માંડવામાં ડાક વગાડતી વખતે તેઓને હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
નિ:સંતાન દંપતી માટે નિ:શુલ્ક માર્ગદર્શન કેમ્પ વાંકાનેર
તા: 29-10-23 રવિવાર
સમય: 8:30 થી 12:30
કેમ્પ સ્થળ:
બાદી હોસ્પિટલ 🏥
આશિયાના સોસાયટી,
જિનપરા,વાંકાનેર
વધુ માહિતી/નામ નોંધવા માટે:
9409166480
યશ સોલંકી
દરેક નિ:સંતાન દંપતી ને લાભ લેવા વિનંતી
વિંગ્સ ivf હોસ્પિટલ રાજકોટ
થી ડોક્ટર્સ ની ટીમ કેમ્પ નું પ્રતનિધિત્વ કરશે.
આ મેસેજ ને જરૂરિયાત વાળા દર્દી ને મોકલવા વિનંતી.🙏🙏