પેડકના યુવકથી માતાનો વિયોગ સહન ન થયો
વાંકાનેર: શહેરમાં પેડક સોસાયટીમાં રહેતો યુવાન છેલ્લા દોઢેક વર્ષથી ડિપ્રેશનમા આવી જતા દવા ચાલુ હોય જેમાં પંદર દિવસ પહેલા માતાનું મૃત્યુ નિપજતા યુવક વધુ ડિપ્રેશનમાં આવી જતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે.


મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેરમા પેડક સોસાયટીમાં રહેતા નિક્કીરાજસિંહ પ્રદ્યુમ્રસિંહ ઝાલા (ઉ.32) નામનો યુવક દોઢેક વર્ષથી ડિપ્રેશનમાં આવી ગયો હોવાથી દવા ચાલી રહી હતી. જેમાં પંદર દિવસ પહેલા નિક્કીરાજસિંહના માતાનું મૃત્યુ નિપજતા વધુ ડિપ્રેશનમા આવી જઈ પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે.
સદ્દગત મળતાવડા સ્વભાવના હતા, ઈશ્વર એમના આત્માને શાંતિ આપે…
