વાંકાનેરવાસીઓ સાચવજો! લેન્ડ ફોલ વખતે 125થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે
મોરબી : વાવાઝોડું બીપરજોય આક્રમક બનીને આગળ ધપી રહ્યું છે, ત્યારે વર્તમાન સ્થિતિ જોતા બીપરજોય કચ્છ અને પાકિસ્તાન વચ્ચે લેન્ડફોલ થાય તેમ હોવાથી વાંકાનેર સહીત મોરબી જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની સાથે તા. 14 અને 15 જૂને ભારેથી અતિભારે વરસાદની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
મીડિયા અહેવાલ મુજબ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે, જેના કારણે ગુજરાતના દરિયા કિનારે આગામી 14 અને 15 તારીખે ભારેથી વરસાદ પડી શકે છે.
જેમાં કચ્છ, દ્વારકા અને જામનગર જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે વાંકાનેર સહીત મોરબી, રાજકોટ, પોરબંદરના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન ફૂંકાશે.
આખા ગુજરાતમાં લેન્ડફોલની અસર દેખાશે. જેમાં સૌથી વધારે કચ્છ, દ્વારકા, જામનગર અને વાંકાનેર સહીત મોરબીમાં લેન્ડફોલ દેખાશે.
લેન્ડફોલ બાદ પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. લેન્ડફોલની સ્થિતિ અંગે હવામાન વિભાગે કહ્યું કે, તે સૌરાષ્ટ્ર-કચ્છ અને પાકિસ્તાન કોસ્ટ જેમા મુન્દ્રાથી લઈને કરાચી સુધી લેન્ડફોલ થવાની શક્યતા છે,
જે 15 જૂનના બપોર સુધી થવાની શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે છે. લેન્ડફોલ દરમિયાન 125થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને લેન્ડફોલ બાદ તેની સ્પીડમાં 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. વાવાઝોડાની ઉત્તર તરફ આગળ વધવાની મૂવમેન્ટ 14 જૂન સવાર સુધી રહેશે. ત્યારબાદ તે નોર્થ-ઈસ્ટ તરફ આગળ વધવાની શક્યતા છે.