એક બાદ એક વાવાઝોડાના કારણે રાજ્યમાં રહેશે વરસાદ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરતાં જણાવ્યું કે, રાજ્યમાં નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા સર્જાશે. જેમાં એક બાદ એક વાવાઝોડાના કારણે રાજ્યમાં વરસાદ રહેશે.
અરબી સમુદ્રનું વાવાઝોડું આગામી 2 ઓક્ટોબરે સક્રિય થશે. જેમાં અરબી સમુદ્રમાં 30 સપ્ટેમ્બરથી હલચલ જોવા મળશે. આ દરમિયાન વાવઝોડાની અસર દ.ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.
આ ઉપરાંત બંગાળની ખાડીમાં એક બાદ એક વાવાઝોડા બની રહ્યા છે. જેના અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે, વાવાઝોડાથી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વરસાદ નોંધાશે તેના કારણે ચોમાસાની વિદાય થવાની સાથે વરસાદી ઝાપટાં જોવા મળશે. વાવાઝોડાના કારણે 20 ઓક્ટોબર સુધી વરસાદ રહેશે જે બાદ ઠંડક જોવા મળશે.